ETV Bharat / state

Gujarat TET Exam 2023 : ધોરણ 6 થી 8 શિક્ષક ભરતી પરીક્ષા 23 એપ્રિલે 8 કોર્પોરેશન વિસ્તારમાં યોજાશે, આયોજન વિશે જાણો

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત ગુજરાત ટેટ એક્ઝામ 2023 આગામી 23 એપ્રિલ રવિવારે આયોજિત થઇ રહી છે. બોર્ડ ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે 2,76,000 જેટલા ઉમેદવારો ધોરણ 6 થી 8ના શિક્ષક બનવાની માટેની આ પરીક્ષા આપશે. રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારમાં આ પરીક્ષાનું સંચાલન થશે.

Gujarat TET Exam 2023 : ધોરણ 6 થી 8 શિક્ષક ભરતી પરીક્ષા 23 એપ્રિલે 8 કોર્પોરેશન વિસ્તારમાં યોજાશે, આયોજન વિશે જાણો
Gujarat TET Exam 2023 : ધોરણ 6 થી 8 શિક્ષક ભરતી પરીક્ષા 23 એપ્રિલે 8 કોર્પોરેશન વિસ્તારમાં યોજાશે, આયોજન વિશે જાણો
author img

By

Published : Apr 21, 2023, 8:39 PM IST

8 મહાનગરપાલિકા વિસ્તારમાં આ પરીક્ષાનું સંચાલન

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં સરકારી શાળાઓમાં અનેક ખાલી જગ્યાઓ છે અને અનેક વર્ષોથી આ ખાલી જગ્યા ભરાતી નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ છ થી આઠના શિક્ષકોની ભરતી પરીક્ષા 23 એપ્રિલના રોજ રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાશે. જેમાં 2,76,000 જેટલા ઉમેદવારો ધોરણ 6 થી 8ના શિક્ષક બનવાની પરીક્ષા આપશે.

926 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે પરીક્ષા : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રકાશ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઠ કોર્પોરેશન વિસ્તાર અને અમદાવાદ ગ્રામ્યમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 926 જેટલી પરીક્ષા કેન્દ્રમાં 9230 પરીક્ષા ખંડમાં આ પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષામાં કુલ 2,76,066 ઉમેદવારો પરીક્ષા આપશે. જ્યારે ટેટ ટુ પરીક્ષામાં માધ્યમ પ્રમાણેની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં કુલ 2,65,791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમમાં 6113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4162 જેટલા ઉમેદવારો ગણિત વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપશે.

આ પણ વાંચો

906 શાળામાં ફક્ત એક જ શિક્ષક : ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક હોય તેવી કેટલી શાળાઓ છે તેવો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 જાન્યુઆરી 2023 ની સ્થિતિએ રાજ્યમાં કુલ 906 પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. આ ઉપરાંત એક જ શિક્ષક ફરજ શા માટે બજાવે છે તેના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે વયની વૃદ્ધિના કારણે અથવા તો બદલી થવાના કારણે અવસાન થવાના કારણે અને સી.આર.સી.કો.ઓ. તથા બી.આર.સી.કો.ઓ. ની પ્રતિનિિયુક્તિના કારણો સરકારે દર્શાવ્યા છે.

આ પણ વાંચો

સરકારી શાળામાં આચાર્ય અને શિક્ષકોની જગ્યાઓ ખાલી : ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલી છે. જ્યારે સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 જગ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં 11,996 જગ્યાઓ ખાલી સામે આવી છે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષક અને આચાર્યની 32,213 જગ્યાઓ તથા અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કુલ 461 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,552 આચાર્યની જગ્યાઓ ખાલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.