ETV Bharat / state

જ્યારે રાજકીય ઉથલપાથલ માટે વિદ્યાર્થીનું આંદોલન નિમિત બન્યું હતું - સરકારી આંકડા

ન્યૂઝ ડેસ્કઃ રાજ્યમાં ગત 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવ્યાં બાદ ઉમેદવારો મેદાને ઉતર્યા છે ત્યારે ગુજરાતના જન્મમાં પણ વિદ્યાર્થીઓનો જ ફાળો રહ્યો છે. નવનિર્માણ આંદોલનના જન્મમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકોનો ફાળો હતો. સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજિક-રાજકીય ચળવળ સૌપ્રથમ તો વિદ્યાર્થીઓએ જ શરૂ કરી હતી. આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ આંદોલન રહ્યું હતું.

etv bharat
etv bharat
author img

By

Published : Dec 5, 2019, 3:01 PM IST

Updated : Dec 5, 2019, 6:50 PM IST

જુલાઈ 1973માં ઘનશ્યામભાઈ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા. આ સરકાર સામે ભષ્ટ્રાચારના આરોપો હતા. ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો. શરૂઆતમાં તો વિદ્યાર્થીઓએ જ વિરોધ કર્યો હતો, પરતું 20 ડિસેમ્બર, 1073ના રોજ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી કોલેજની છાત્રાલયમાં ભોજન શૂલ્કમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો, જેથી વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયાં. મોરબીની એક એન્જિનિયરીંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ ફૂડ બિલમાં થયેલા અસાધારણ વધારા સામે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત આવી જ એક હડતાલ 3 જાન્યુઆરી 1974માં ગુજરાત યુનિવર્સિટીમાં પણ થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા હતાં. શૈક્ષણિક સંસ્થાનોમાં 7 જાન્યુઆરીથી અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ થઇ હતી. વિદ્યાર્થીઓની માંગ ભોજન અને શિક્ષણ સંબંધી હતી.

અમદાવાદમાં કેટલાક વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો પણ વિરોધમાં જોડાયા અને રાશનની દુકાનો પર હુમલાઓ થયાં. વિદ્યાર્થીઓ, વકીલો અને અધ્યાપકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને આંદોલનને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરી, જે બાદમાં નવનિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઇ. આંદોલનકારીઓએ ચીમનભાઇ પટેલના રાજીનામાની માંગ કરી. જેથી અમદાવાદ અને વડોદરામાં હડતાલ બે દિવસ માટે હિંસક બની ગઈ હતી. આમ, આ આંદોલન સમગ્ર ગુજરાતમાં વ્યાપ્યું.

આંદોલનના દબાણને કારણે ઈન્દિરા ગાંધીએ ચીમનભાઇ પટેલને રાજીનામું આપવાનું કહ્યું. જેથી 9 ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપવું પડ્યું. રાજ્યપાલે વિધાનસભા સ્થગિત કરી નાખી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. આમ, વિરોધ પક્ષે વિધાનસભાને વિખેરી નાખવાની માંગ કરી. એ વખતે કોંગ્રેસ વિધાનસભામાં 140 સભ્યો ધરાવતી હતી. કોંગ્રેસના 15 સભ્યોએ રાજીનામાં આપ્યા, જેથી આંદોલને વેગ મળ્યો. જનસંઘના 3 ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યા. માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓએ 167માંથી 95 રાજીનામાં મેળવી લીધા. જેથી મોરારજી દેસાઈ અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી ગયાં. બાદમાં વિધાનસભા વિખેરી નાખવામાં આવી અને આંદોલનનો અંત આવ્યો. આ આંદોલનમાં સરકારી આંકડા મુજબ, અંદાજીત 100 લોકો મોત થયાં હતાં. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતાં.

નવી સરકાર રચવા માટે નવનિર્માણ યુવક સમિતિએ નવી ચૂંટણીની માગ કરી. આ માટે વિપક્ષે સમર્થ કર્યું, ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ. બાદમાં જનતા મોર્ચા તરીકે એક સંગઠન બન્યું, જેને 88 બેઠક સાથે બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યાં. આ સરકાર માત્ર 9 મહિના ચાલી અને પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. જેથી ડિસેમ્બર 1976માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો અને માધવસિંહ સોલંકી મુખ્યપ્રધાન બન્યા. આમ, નવનિર્માણ આંદોલના મૂળમાં તો વિદ્યાર્થીઓ જ હતાં. આ વિદ્યાર્થી આંદોલને સરકારને રાજીનામું આપવાની ફરજ પાડીને લોકશક્તિનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Intro:Body:

done

Conclusion:
Last Updated : Dec 5, 2019, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.