ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 580 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 27317 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી રવિવારે 655 દર્દીઓ સ્વસ્થ્ય થતા તેમને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા, સુરતમાં 176 કેસ આવતા હાહાકાર
રાજ્યમાં સતત્ત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે એક દિવસમાં કોરોનાના 580 કેસ નોંધાયા હતા. ત્યારે સુરતની વાત કરવામાં આવે તો ત્યાં એક દિવસમાં 176 કોરોના કેસ નોંધાયા હતા.
રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા