કેન્દ્રીય જળ શકિતપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવકુમારે તાજેતરમાં નવી દિલ્હીમાં આ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. મંત્રાલયે જળ સંરક્ષણ અને જળ સુરક્ષા માટે જળશકિત અભિયાનની શરૂઆત કરીને પાણીના પ્રશ્ને પડકારોનો સામનો કરવાના સઘન પ્રયાસો શરુ કર્યા છે. આ સંદર્ભમાં નીતિ આયોગે 2018માં સૌ પ્રથમવખત દેશના રાજ્યો અને સંઘ પ્રદેશોના જળ પ્રબંધન, જળ સુરક્ષા અને જળ ચક્રના વિભિન્ન ઉપાયો-પ્રયોગોના અભ્યાસના આધારે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષની શરૂઆત કરી હતી.
નીતિ આયોગના આ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ 2.0માં 2016-17ના આધાર વર્ષ સામે 2017-18 માટે દેશના રાજ્યોને જળપ્રબંધન ક્ષેત્રે ગુણ અને ક્રમ આપવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત 75 ગુણાંક સાથે અગ્રીમ કહ્યું છે. સી.એમ વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં જનભાગીદારીથી હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને પગલે ગુજરાતે પોતાનો પ્રથમ ક્રમ સતત આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.
વર્ષ 2018માં રાજ્યના સ્થાપના દિન 1લી મેએ સી.એમ રૂપાણીએ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના મંડાણ કરીને ગુજરાતે બે વર્ષમાં 23 હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે.