ETV Bharat / state

Gujarat Assembly: ગુજરાતમાં પાંચ નવી યુનિવર્સિટી સ્થપાશે, જુઓ ક્યાં કઈ સ્થપાશે

ગુજરાત વિધાનસભા બજેટ સેશન સત્રના કામકાજના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું છે. તે અંતગર્ત ગુજરાતને વધુ નવી પાંચ ખાનગી યુનિવર્સિટી મળશે. ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, વડોદરા, વાપી અને સાણંદમાં ખાનગી નવી યુનિવર્સિટી સ્થપાશે.જેને લઇને યુવાનોને ઘણો ફાયદો મળી રહેશે. અભ્યાસને લઇને બહાર ભણવા નહી જવું પડે.

ગુજરાતમાં પાંચ નવી યુનિવર્સિટી સ્થપાશે, જુઓ ક્યાં કઈ સ્થપાશે

author img

By

Published : Mar 31, 2023, 12:31 PM IST

ગાંધીનગર: સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ગુજરાતના યુવાનોને અભ્યાસને લઇને ગુજરાત બહાર ના જવું પડે. જેને લઇને સરકારએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં પાંચ નવી યુનિવર્સિટી સ્થપાશે. જેને લઇને મંજૂરી આપી દેેવામાં આવી છે.ગુજરાત સરકારે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના હેતુથી રાજ્યમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક 2023 વિધાનસભામાં શિક્ષણ રાજ્ય કક્ષાના પ્રધાન પ્રફુલ પાનસેરીયા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

કઈ નવી પાંચ ખાનગી યુનિવર્સિટી શરૂ થશે?: ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2023 આજે બુધવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરતાં શિક્ષણ રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે વધુ નવી પાંચ ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાનો રાજ્ય સરકારે આ સુધારા વિધેયક થકી નિર્ણય કર્યો છે. જેમાં (1) સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી, ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ, અમદાવાદ (2) જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી, સીદસર રોડ, ભાવનગર (3) સિગ્મા યુનિવર્સિટી, વાઘોડિયા-વડોદરા (4) રજ્જુ શ્રોફ, રોયલ યુનિવર્સિટી, વાપી અને (5) કે. એન. યુનિવર્સિટી, સાણંદ, અમદાવાદ મળી કુલ પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાશે. ખાનગી યુનિવર્સિટી અધિનિયમ 2009 અંતર્ગત મંજૂરી બાદ રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા 108 થશે.

આ પણ વાંચો Gandhinagar Crime : પૂર્વ આઈપીએસનો સંપર્ક કેવી રીતે કર્યો તે ગ્રાઉન્ડ પર પોલીસે 5 આરોપીઓના રિમાન્ડ મેળવ્યાં

ભૂમિકા મહત્વ: જીઈઆર 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી નવી શિક્ષણ નીતિ યુવા વિકાસ તથા રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે, જે વિદ્યાર્થીઓનું ઘડતર કરી દુનિયા સાથે કદમ મિલાવવા સક્ષમ બનાવે છે. હાલમાં રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં માટે નામાંકન અંગેના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER)ને વર્ષ 2030 સુધીમાં 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. આ દિશામાં ખાનગી યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની રહેશે.

આ પણ વાંચો Gandhinagar Cricket Match : ધારાસભ્યોનો ક્રિકેટ મેચ, CM એ બેટિંગ કરી મહિલાઓને જવાબદારી સોંપી

ઈન્ડેક્સની પણ સમજ: પ્રફુલ પાનસેરીયાએ વિધાનસભામાં કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ભાષાવાદ, જાતિવાદ કે પ્રાંતવાદથી પર માનવીય અભિગમ સાથે રાજ્યના યુનિવર્સિટીઓ કાર્ય કરી રહી છે. નવી યુનિવર્સિટી પણ આ તર્જ પર શિક્ષણકાર્ય કરશે. નવી શિક્ષણ પદ્ધતિથી જીડીપીની સાથે સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સની પણ સમજ કેળવાશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવી રહ્યા છે. જે રાજ્યની શિક્ષણ પ્રણાલીમાં થઈ રહેલા સુધારાઓ અને શિક્ષણક્ષેત્રે થયેલા માળખાકીય વિકાસની સાક્ષી પૂરે છે. નવી મંજૂર થયેલી યુનિવર્સિટીઓ પણ નવી શિક્ષણ પદ્ધતિ મુજબ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની વિભાવનાને સાકાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.