ETV Bharat / state

Gujarat Police Action : ગુજરાત પોલીસ અપરાધ વિરોધી કાર્યવાહીમાં અગ્રેસર, 2789 વોન્ટેડ આરોપીઓને દબોચ્યા - રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય

ગુજરાત પોલીસ રાજ્યમાં અપરાધ અને અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં અગ્રેસર રહી છે. તેમ છતાં પોલીસ પકડથી દૂર એવા કેટલાક આરોપીઓની ધરપકડ કરવા ગૃહ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે DGP વિકાસ સહાયની આગેવાનીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વર્ષોથી ફરાર એવા 2789 આરોપીઓને ગુજરાત પોલીસે ઝડપી પાડ્યા છે.

Gujarat Police Action
Gujarat Police Action
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 10:28 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ગુનાઓને અંજામ આપીને આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગતા હોય છે. પોલીસના અનેક પ્રયાસો છતાં પણ આરોપીઓ ધરપકડથી દૂર રહે છે. ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તમામ ભાગતા ફરતા અને વોન્ટેડ આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય તેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ બાબતે રાજ્યના તમામ જિલ્લા પોલીસ અધિકારી, રેન્જ IG અને શહેર પોલીસ કમિશનરને સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં કેટલાય વર્ષોથી પોલીસ પકડથી દૂર અને ફરાર એવા 2789 આરોપીઓને ગુજરાત પોલીસે ઝડપી પાડ્યા છે.

DGP દ્વારા સૂચના : ગુજરાત રાજ્યના પોલીસ વડાની કચેરીમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ઘણા આરોપીઓ ફરાર હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ બાબતે DGP દ્વારા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે વોન્ટેડ આરોપીઓને પકડવાની કડક સૂચના આપી હતી. જેમાં હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, લૂંટ, સમાજમાં ભય અને આતંકનો માહોલ ઉભો કરનાર વ્યક્તિ તથા શરીર સંબંધિત ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ બાબતે ખાસ સુચના આપી હતી. જેમાં 2,789 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.

જિલ્લા મુજબ કાર્યવાહી : આરોપીઓની ધરપકડની વાત કરવામાં આવે તો સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 276 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ સુરત શહેર 250, અમદાવાદ શહેર 174, રાજકોટ શહેર 171, સાબરકાંઠા 104, પંચમહાલ 106, દાહોદ 270, સુરત ગ્રામ્ય વિસ્તારમાં 100 અને વલસાડમાં 122 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓ છેલ્લા અનેક વર્ષોથી ફરાર હતા.

વોન્ટેડ આરોપીઓની ધરપકડ : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાને ધ્યાનમાં લઈને અનેક જિલ્લાઓમાં વોન્ટેડ આરોપીઓની ધરપકડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર એવા 612 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 થી 5 વર્ષથી ફરાર 626, 1 થી 2 વર્ષના સમયગાળાથી વોન્ટેડ એવા 815 આરોપી અને છ મહિના વધુ સમયથી નાસતા ફરતા 437 અને છ મહિના ઓછા સમયથી નાસતા ફરતા 299 આરોપીઓ સહિત 2789 આરોપીઓની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

  1. Gujarat DGP : DGP વિકાસ સહાયની વડોદરા મુલાકાત, સ્ટાફ સાથે શહેરની પરિસ્થિતિ પર કરી ચર્ચા
  2. Rajkot News : પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષાને લઈને ગૃહપ્રધાને આપ્યા સંકેત, સપ્ટેમ્બર પછીનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.