ETV Bharat / state

Gujarat Budget Session:રાજરમત ભૂલી MLA હોળી રમી, ઇતિહાસમાં પહેલીવાર આવું આયોજન

ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં ધારાસભ્યો દ્વારા આયોજિત હોળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે હોળીની ઉજવણી કરવા આવનારા તમામ ધારાસભ્યનું તિલક અને રંગ લગાવીને હાર્દિક સ્વાગત કર્યું હતું.ઇતિહાસમાં પહેલીવાર આવું આયોજન કરવામાં આવ્યું છે.

રાજરમત ભૂલી  MLA હોળી રમી, ઇતિહાસમાં પહેલીવાર આવું આયોજન

author img

By

Published : Mar 7, 2023, 2:26 PM IST

રાજરમત ભૂલી MLA હોળી રમી, ઇતિહાસમાં પહેલીવાર આવું આયોજન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભાની બહાર તમામ ધારાસભ્યો હોળી રમી રહ્યા છે. ત્યારે આજે આ ખાસ હોળીનું આયોજન વિધાનસભા બહાર કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાજર રહીને પક્ષા પક્ષીથી પર રહીને હોળીની ઉજવણી કરશે. પરંતુ હોળીની શરૂઆત થઈ ત્યારે ફક્ત ભાજપના જ ધારાસભ્યો જોવા મળ્યા હતા.

ધારાસભ્યોએ રમી હોળી, હાર્દિક પટેલે ધરાસભ્યોનું હાર્દિક સ્વાગત કર્યું

કોંગ્રેસના એક પણ ધારાસભ્યો હાજર નહીં: ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં ધારાસભ્યો દ્વારા આયોજિત હોળીના કાર્યક્રમમાં ફક્ત ભાજપના જ ધારાસભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના એક પણ તારા સભ્યો હોળીની ઉજવણીમાં જોવા મળ્યા ન હતા. સાથે જ આ બાબતે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ etv ભારતના પ્રશ્નનો જવાબ આપ્યો કે પહેલા આદિવાસી નૃત્ય કોંગ્રેસનું ગણાતું હતું. પરંતુ હવે ભાજપમાં આદિવાસી સમાજ આવવાનો હોવાના કારણે તેમને ખોટું લાગ્યું હોય તેવું જ હોઈ શકાય છે. જ્યારે આ હોળીની ઉજવણીમાં ભાજપના ધારાસભ્યો એકબીજા ઉપર રંગ અને પિચકારીથી પાણી છાંટી રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

આ પણ વાંચો Gandhinagar News : કેસુડાના ફૂલથી વિધાનસભા પ્રાંગણમાં રમાશે હોળી, મુખ્યપ્રધાન સહિત નેતાઓ રહેશે હાજર

રંગ લગાવીને હાર્દિક સ્વાગત: પાટીદાર આંદોલન સમયે એક સમય એવો હતો કે ગુજરાત સરકાર પોતાના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત નો શબ્દ જ કાઢી નાખ્યો હતો. પરંતુ આજે હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભામાં વિરમગામના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ત્યારે હોળીના કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલને તમામ ધારાસભ્યનું હાર્દિક સ્વાગત કરવા માટેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. આમ હાર્દિક પટેલે હોળીની ઉજવણી કરવા આવનારા તમામ ધારાસભ્યનું તિલક અને રંગ લગાવીને હાર્દિક સ્વાગત કર્યું હતું.

કેસુડાને વિશ્વ ફલક પર લઈ જવાની નેમ: હોળીનો તહેવાર એ રંગનાથ ભેદભાવ વગર ઉજવાતો આ તહેવાર છે. ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો દ્વારા પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વાત કરવામાં આવે તો કેસુડાના ફૂલથી પ્રાકૃતિક રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતનો કેસુડા સમગ્ર દેશ અને વિશ્વની કલાક ઉપર લઈ જવાની નેમ રાજ્ય સરકારની છે--હર્ષ સંઘવી

આ પણ વાંચો Gujarat Budget session 2023 : ગૃહની કામગીરીમાં સામે આવી એફએસએલ કામગીરી, ફાયર આર્મ્સ અને સ્યૂસાઇડના કેસોના ઉકેલમાં મોટી ભૂમિકા

પ્રથમ વખત ચૂંટાયા: વધુમાં વધુ લોકો કેસુડાના ફૂલ તરફ વળે તે બાબતનું આયોજન પણ રાજ્ય સરકાર કરશે તેવું નિવેદન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ન આવવા બદલ આડકતરી રીતે આદિવાસી નૃત્યનો જવાબ આપ્યો હતો.નવા ધારાસભ્યોનું આયોજન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષને 156 બેઠક સાથે ભવ્ય વિજય થયો છે. 15મી વિધાનસભામાં કુલ 80 થી વધુ ધારાસભ્ય પ્રથમ વખત ચૂંટાયા છે. ત્યારે આ હોળીના આયોજન નવા ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા જ કરવામાં આવ્યો હોવાની વાત રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.