ગાંધીનગર : ગુજરાતના આર્થિક પાટનગર અને રાજકીય પાટનગર અમદાવાદ અને ગાંધીનગરમાં દારૂનું વેચાણ થતા હોવાનું ગૃહમાં સામે આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર પોલીસે આરોપીઓની પકડ કરી છે, પરંતુ હજુ પણ દારૂની ગેરકાયદેસર હેરાન કરી અને સંગ્રહમાં 360 જેટલા આરોપીઓને પકડવાના બાકી હોવાનું વિધાનસભા ગૃહમાં આંકડો સામે આવ્યો છે. જ્યારે આટલા આરોપીઓની ધરપકડ છેલ્લા બે વર્ષમાં કરવામાં આવી છે તે બાબતે સરકારે કોઈપણ પ્રકારનો આંકડો જાહેર કર્યો ન હતો અને કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર આ બાબતનો પ્રશ્ન પણ કર્યો ન હતો.
360 શખ્સોની પોલીસ દ્વારા ધડપકડ : ગુજરાત રાજ્ય દારૂબંધી માટે જાણીતું છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં દારૂના દુષણ બાબતે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલો દારૂ ઝડપવામાં આવ્યો તેની માહિતી માગવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા બન્ને જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં બે વર્ષમાં પકડાયેલા દારૂની વિગત જાહેર કરવામાં આવી હતી. જેમાં દેશી દારૂ, વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કેટલો ઝડપવામાં આવ્યો અને તેની કુલ કિંમત કેટલી છે. તેની માહિતી જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં દારૂની હેરાફેરી કરતા 360 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત : કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કરેલ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રતિ ઉત્તર આપતા જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર પોલીસે 35.88 કરોડનો દારૂ જપ્ત કર્યો છે. જ્યારે 1.4 કરોડનું બીયર ઝડપાયું છે. કુલ વિદેશી દારૂ, દેશી દારૂ અને બીયરના જથ્થાની કુલ કિંમત 36.92 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે.
વર્ષ 2021માં અમદાવાદમાં પકડાયેલો દેશી દારૂ
શહેર/જિલ્લો | કિંમત | જથ્થો (લીટર) |
અમદાવાદ શહેર | 14,64,666 | 73233.30 |
અમદાવાદ ગ્રામ્ય | 6,81,990 | 34,103 |
ગાંધીનગર શહેર | 24,560 | 1,228 |
ગાંધીનગર જિલ્લો | 5,68,880 | 28,444 |
વિદેશી દારૂ
શહેર/જિલ્લો | કિંમત | જથ્થો (બોટલમાં) |
અમદાવાદ શહેર | 27198267 | 108372 |
અમદાવાદ ગ્રામ્ય | 131628975 | 242702 |
ગાંધીનગર શહેર | 1313567 | 3399 |
ગાંધીનગર જિલ્લો | 28352029 | 103075 |
પકડાયેલી બિયર જથ્થો
શહેર/જિલ્લો | કિંમત | જથ્થો (બોટલમાં) |
અમદાવાદ શહેર | 1181084 | 10263 |
અમદાવાદ ગ્રામ્ય | 3521050 | 35919 |
ગાંધીનગર શહેર | 3000 | 30 |
ગાંધીનગર જિલ્લો | 82093 | 661 |
વર્ષ 2022માં પકડાયોલો દારૂ
શહેર/જિલ્લો | કિંમત | જથ્થો (લીટર) |
અમદાવાદ શહેર | 1540134 | 77006.70 |
અમદાવાદ ગ્રામ્ય | 671520 | 33576 |
ગાંધીનગર શહેર | 30780 | 1539 |
ગાંધીનગર જિલ્લો | 585420 | 29271 |
વિદેશી દારૂ
શહેર/જિલ્લો | કિંમત | જથ્થો (બોટલમાં) |
અમદાવાદ શહેર | 53499739 | 212313 |
અમદાવાદ ગ્રામ્ય | 70007403 | 242111 |
ગાંધીનગર શહેર | 1027402 | 4205 |
ગાંધીનગર જિલ્લો | 45842437 | 207500 |
પકડાયેલી બીયર જથ્થો
શહેર/જિલ્લો | કિંમત | જથ્થો (બોટલમાં) |
અમદાવાદ શહેર | 2648288 | 22836 |
અમદાવાદ ગ્રામ્ય | 2955074 | 28004 |
ગાંધીનગર શહેર | 4745 | 41 |
ગાંધીનગર જિલ્લો | 240395 | 2057 |
આ પણ વાંચો : Rajkot Crime : રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 પેટી વિદેશી દારૂ ઝડપાયો
ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયા : ગુજરાતની ચેકપોસ્ટ ઉપરથી પણ દારૂ ઝડપાયો છે, ત્યારે દાંતના ધારાસભ્ય કાંતિભાઈ પ્રશ્નોત્તરીમાં અમીરગઢ અને છાપરી ચેક દારૂની હેરફેર કરતા વાહન બાબતની રચના કર્યો હતો. જેમાં 32 જેટલા વાહનો દારૂની હેરફેરમાં પકડાયા હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત 64 વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે દારૂના જથ્થાની વાત કરવામાં આવે તો દેશી દારૂ 4 લીટર, વિદેશી દારૂની બોટલ 53,702, અને બિયર 4811 ટીન ઝડપવામાં આવી છે.
આ પણ વાંચો : Surat Crime: દારૂની હેરાફેરી કરનારી પૂર્વ કોંગી નેતા મેઘના પટેલની ધરપકડ, 10 લાખનો મુદ્દામાલ કબજે
આણંદમાં ગેરકાયદેસર હથિયાર ઝડપાયા : ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આણંદ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિ એ પિસ્તોલ હાથ બનાવટનો તમંચો જેવા કુલ આઠ જેટલા હથિયારો ઝડપાયા છે. જ્યારે આ તમામ ઘટનામાં આણંદ પોલીસે 23 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ હજી સુધી બે જેટલા આરોપીઓ રાજ્ય બહારના હોવાથી તેઓની ધરપકડ થઈ શકી નથી, પરંતુ તેઓને નાસ્તા ફરતા ગેજેટમાં જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.