ETV Bharat / state

તારીખ 8-14 જાન્યુઆરી રાજ્યભર મહાનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - Gujarat Governor Acharya Devvrat

તારીખ 8 થી 14 જાન્યુઆરી દરમિયાન (gujarat international Kite Festival 2023) અમદાવાદ અને ગુજરાત ભરના શહેરોમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસનપ્રધાન મુળુભાઈ બેરા (Tourism Minister Mulu Bera) પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.

8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ અને ગુજરાત ભરના શહેરોમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023

author img

By

Published : Jan 5, 2023, 8:17 PM IST

Updated : Jan 5, 2023, 8:49 PM IST

ગાંધીનગર કોરોના મહામારીને કારણે 2 વર્ષ બાદ પછી ફરી એક વખત અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં (Gujarat international Kite Festival 2023) આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આગામી 8થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન G20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવશે. દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં (International Kite Festival 2023) હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે. જેમાં G20 દેશોના પતંગબાજો પણ સામેલ થશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન તારીખ 8 જાન્યુઆરીએ ઉદ્ઘાટન અમદાવાદમાં સાબરમતી (International Kite Festival Ahmedabad 2023) રિવરફ્રન્ટ ખાતે તારીખ 8 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 8.00 વાગે ગુજરાતના રાજ્યપાલ (Gujarat Governor Acharya Devvrat) આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસનપ્રધાન મુળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો

થીમ સાથે ઉજવણી G20 લોગો ના થીમ સાથે ઉજવણી ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યના ગમનનું સ્વાગત કરવા માટે સૂર્યનમસ્કારનું પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ કાર્યક્રમના પહેલા દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તમામ પતંગબાજો જી20નો લોગો પ્રિન્ટ કરેલું ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે. આ વર્ષે, ગુજરાતના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઉડતી જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે.

ભાતીગળ ઇતિહાસ પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે, તેમજ પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.

આ પણ વાંચો સરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા

અધ્યક્ષતા સંભાળી ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં ભારતો જી20ની અધ્યક્ષતા સંભાળી. જી20ને એક સહભાગી કાર્યક્રમ બનાવવાના માનનીય પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુરૂપ ભારતના લોકો માટે જી20નો અર્થ શું છે, તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ધ ગ્રુપ ઓફ 20 (જી20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર ગ્લોબલ આર્કિટેક્ચર અને શાસનને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગુજરાત પ્રવાસન અલોક પાંડેએ ગુજરાત પ્રવાસનના એમડી આલોક પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 8 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં પતંગ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે જ્યારે આ વખતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું નામ નોંધાય તે બાબતનું પણ પ્રયત્ન કરીશું જ્યારે 55 થી 60 દેશના પતંગ રસીકો ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી થશે જ્યારે g-20 દેશોના પણ 20 પ્રતિનિધિઓ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

Last Updated : Jan 5, 2023, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.