ETV Bharat / state

Gujarat Impact Fee:અંતિમ ઘડીઓમાં બાંધકામ અધિકૃત કરવા હવે ઓફલાઇન અરજી ચાલશે

author img

By

Published : Feb 4, 2023, 10:01 AM IST

Updated : Feb 4, 2023, 2:25 PM IST

અંતિમ ઘડીઓમાં બાંધકામ અધિકૃત કરવા હવે ઓફલાઇન (Offline Application) અરજીનો કરવામાં આવશે સ્વીકાર. ફક્ત ગણતરીના દિવસો સુધી જ અરજી થઈ શકશે. ભુપેન્દ્ર પટેલે ગુજરાત (Government of Gujarat) રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 ન્વયેની અરજીઓ હવે ઓફલાઇન સ્વીકારાની જાહેરાત કરી છે.

Offline Application:  અંતિમ ઘડીઓમાં બાંધકામ અધિકૃત કરવા હવે ઓફલાઇન અરજીનો થશે સ્વીકાર, ફક્ત ગણતરીના દિવસો સુધી જ અરજી થઈ શકશે

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે અનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના એક દિવસે સત્રમાં ઇમ્પેક્ટ ફી બાબતે બિલ પણ ગૃહમાં પસાર કર્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 અન્વયેની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો મહામારીમાં જિલ્લાના શિક્ષકોએ આપ્યો 14 લાખનો ફાળો, 3000 કિટ વિતરણ કર્યું

શુ કર્યો નિર્ણય: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે. જ્યારે અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 16 ફેબ્રુઆરી છે ત્યારે 13 દિવસ બાકી હોવાને કારણે હવે ઓફ લાઇન અરજી પણ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો MLAને આનંદઃ સભ્યોના નિવાસ સ્થાનનો નક્શો તૈયાર, એક ફ્લોર પર 2 જ ફ્લેટ

રાજ્યમાં લાખો બાંધકામ અનઅધિકૃત: રાજ્યના કોર્પોરેશન વિસ્તારોમાં 42% અને નગરપાલિકા વિસ્તારમાં 82% જેટલી બિલ્ડીંગો અનઅધિકૃત હોવાનો સત્તાવાર આંકડો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં આંકડા રજૂ કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે રાજ્યના કોર્પોરેશન વિસ્તારમાં જ અનેક બિલ્ડીંગો અનઅધિકૃત છે. જ્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો 2,00,000 થી વધુ મકાનોને બી યુ પરમિશન જ નથી. જ્યારે ઘણા કોર્પોરેટરો પોતાના ઘર ચલાવવા માટે ગેરકાયદેસર મકાનો બનાવવા માટે મદદ કરતા હોય છે. પોતાના મસ્ત મોટા બંગલા પણ તૈયાર કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

સર્વેમાં આંકડા બહાર આવ્યા: મ્યુ કોર્પોરેશન, નગરપાલિકા, અર્બન ઓથોરિટી ડેવલોપમેન્ટ દ્વારા ગુજરાતમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ મહિનાના સેમ્પલ સર્વે બાદ 8320 બિલ્ડીંગ મકાનો કોમર્શિયલ બિલ્ડીંગ અને સ્પેશિયલ કેટેગરી બિલ્ડીંગ તેમજ હોસ્પિટલ અનઅધિકૃત હોવાનું સામે આવ્યું હતું. જ્યારે પ્રિન્સિપલ કોર્પોરેશન નગરપાલિકા અને અર્બન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા લગભગ 35% જેટલી સર્વે કરાયેલી પ્રોપર્ટી ઓન અતિ કૃત સામે આવી હતી કે જેમની પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન જ ન હતું.

ગુજરાત હાઇકોર્ટ: જ્યારે આ તમામ રેકોર્ડ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ મૂકવામાં આવ્યા છે. જ્યારે જાન્યુઆરી માસમાં શરૂ થયેલા સર્વેમાં અમદાવાદની 1050 બિલ્ડીંગ સુરતની 1000 રાજકોટની 750 અને બરોડાની 800 જેટલી બિલ્ડીંગમાં પરમિશન નો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની 1050 બિલ્ડીંગ માંથી 32% બિલ્ડિંગમાં પરમિશન જ ન હતી. જ્યારે તમામ 2160 બિલ્ડીંગ નગરપાલિકા, 5600 કોર્પોરેશન વિસ્તારમાં, 560 બિલ્ડીંગ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.

ઉપયોગમાં લેવામાં આવશે: ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ બીલવાનું મતે પસાર કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ અનઅધિકૃત બિલ્ડિંગોને અધિકૃત કરવા માટે સરકારી તંત્ર પાસે જે ફંડ આવશે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે. તેવા પ્રશ્ન પણ વિધાનસભા ગૃહમાં કર્યા હતા ત્યારે તેનો જવાબ આપતા રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જે કંઈ પણ રકમ આવશે તે તમામ રકમ ગુજરાતમાં અંતર માળખાકીય સુવિધા ને વધારવા માટેના કામમાં ઉપયોગમાં લેવામાં આવશે, ઉલ્લેખનીય છે કે લાખોની સંખ્યામાં અનેક બિલ્ડિંગો અને મકાનો અનઅધિકૃત છે. ત્યારે સરકારને કરોડો રૂપિયાની આવક થઈ શકે છે..

Last Updated : Feb 4, 2023, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.