અમદાવાદ ડેેસ્ક: ગાંધીનગર સતત અને સખત વિકાસલક્ષી પ્રોજેક્ટ થકી પ્રગતિમાં વધારો કરતી ગુજરાત સરકાર આવે સંપૂર્ણપણે ટેકનોલોજીથી અપગ્રેડ થઈ રહી છે. પ્રજાને જોડનારા જુદા જુદા સોશિયલ મીડિયા પર ચોક્કસ પ્રકારની વિષય લક્ષી અપડેટ તેમજ પોસ્ટ મૂક્યા બાદ સરકારે યુટ્યુબમાં પ્રવેશ કર્યો છે. જે રીતે સંસદમાં થતી કામગીરી ટીવી ચેનલના માધ્યમથી દેશવાસીઓ સુધી પહોંચે છે. એવી જ રીતે પ્રત્યેક ગુજરાતીઓ સુધી પહોંચવા માટે ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરી દીધી છે. જેથી ગુજરાત વિધાનસભામાં થતી દરેક કામગીરી લોકો જોઈ શકશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ યુટ્યુબ ચેનલનો પ્રારંભ કર્યો હતો. બજેટ સત્રના અંતિમ તબક્કામાં શરૂ થયેલી આજના ખરા અર્થમાં લોકો ને ઉપયોગી સાબિત થશે તેમ જ ભુપેન્દ્ર પટેલ સરકારની સિદ્ધિઓ પૈકી એક ટેકનોલોજી ક્ષેત્રે કરેલું સાહસ પણ પ્રજા ધ્યાનમાં લેશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો Gandhinagar News : CMના CMOમાંથી પંડ્યાએ રાજીનામું આપવા પાછળનું કારણ કહ્યું...
લોકશાહીનું મંદિર: ગુજરાત વિધાનસભાએ ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીની થી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વિડીયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પોહચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે.
યુટ્યુબ પર વિડિયો: ખાસ વાત એ છે કે વિધાનસભામાં થયેલી દરેક કામગીરી યુટ્યુબ પર વિડિયો ફોર્મેટમાં રેકોર્ડ થયેલી જોવા મળશે. આ ઉપરાંત નેતાઓએ કરેલી ચર્ચાઓ પણ એ સેશન પૂરું થતાં પછીના સમયમાં સરળતાથી જોઈ તેમજ સાંભળી શકાશે. જોકે આ ચેનલ પર લાઈવ ફીડ રહેશે કે રેકોર્ડેડ ફોર્મેટ એ અંગે સરકારે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. અહીંયા માત્ર કાર્યક્રમની ક્લિપ્સ અપલોડ કરવાની વાત કરવામાં આવી છે. જોકે આનું સતત મૂલ્યાંકન થાય અને ચેનલ સમયાંતરે અપડેટ થાય એ પ્રજા માટે ખરા અર્થમાં મોટું અને મહત્વનું પગલું ગણાશે. પારદર્શિતાની વાતો કરતી સરકાર માટે આને મેઈન્ટેન્ટ કરવું ખૂબ અગત્યનું પુરવાર થશે.
યુટ્યુબમાં વિધાનસભા: ગુજરાત સરકારના સોશિયલ મીડિયા પેજ પરથી સરકારની પ્રેસનોટ તેમજ તસવીર વીડિયોની અપડેટ મૂકવામાં આવે છે. ટ્વીટરમાં તેમજ ફેસબુક ઉપર માહિતી ખાતા ના પેજ પરથી ઘણી બધી ઇવેન્ટની માહિતી જાહેર કરવામાં આવે છે. જોકે આ યુટ્યુબમાં વિધાનસભા સિવાય બીજી કઈ અપડેટ આપવામાં આવે છે. એના પર ધ્યાન રહેશે. ગુજરાત સરકારે માહિતી ખાતા થકી અલગ અલગ સોશિયલ મીડિયા પેજ તૈયાર કરીને લોકો સુધી ખાસ કરીને યુવાનો સુધી સરકારની અપડેટ પહોંચાડવા માટે બેસ્ટ માધ્યમ પસંદ કર્યું છે. આ માધ્યમોની શ્રેણીમાં હવે એક વધારો થયો છે. જેમાં હવે યુટ્યુબ ની ચેનલ પરથી વિધાનસભામાં અંદર થતી તમામ કામગીરીની સચોટ અને સ્પષ્ટ માહિતી લોકોને મળી રહેશે.