ETV Bharat / state

કુદરતી આફતો સામે ખેડૂતોને રૂ.6,624 કરોડની પાક નુકસાન સહાય અપાઈ - Monsoon Session Gujarat Vidhansabha

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહતના (Gujarat Government) પગલાં લીધા છે. ખેડૂતોને મળતા રાહત પેકેજ અંગે રાજ્ય સરકારના પ્રધાને જાહેરાત કરી હતી. જેમાં જુદા જુદા વર્ષમાં જાહેર કરવામાં આવેલી સહાય અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે,તોફાની બનેલા વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા દિવસે વિપક્ષ તરફથી આ અંગે પ્રશ્નો કરાયા હતા.

કુદરતી આફતો સામે ખેડૂતોને રૂ.6,624 કરોડની પાક નુકસાન સહાય અપાઈ

author img

By

Published : Sep 21, 2022, 8:45 PM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે રાજ્ય સરકારે (Gujarat Vidhansabha Monsoon Session) ગૃહને માહિતી આપી હતી કે, છેલ્લા ત્રણ વર્ષમાં 59.81 લાખ ખેડૂતોને રૂપિયા 6,624 કરોડની સહાય પેકજ દ્વારા ચૂકવણી કરાઈ છે. ગાંધીનગર ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ખેતીના પાકને થયેલ નુકશાન સામે સહાય બાબતે પ્રશ્ન પુછ્યો હતો.

કુદરતી આફતો સામે ખેડૂતોને રૂ.6,624 કરોડની પાક નુકસાન સહાય અપાઈ
કુદરતી આફતો સામે ખેડૂતોને રૂ.6,624 કરોડની પાક નુકસાન સહાય અપાઈ

રાઘવજી પટેલનું નિવેદનઃ આ મામલે પ્રત્યુતર આપતા વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Raghavji Patel Gujarat) જણાવ્યુ કે, ગુજરાત સરકારે આ વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની જણસીઓની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખેડૂતોને સિંચાઈની પુરતી સગવડ મળી રહી છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને નુકશાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરું પાડવામાં આવે છે.રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલ નુકશાન સામે 59.81 લાખ ખેડૂતોને રૂ.6624.26 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

સર્વેની કામગીરી શરૂઃ બનાસકાંઠા, જામનગર જિલ્લા સહીત રાજ્યમાં જે જિલ્લામાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે. તેના સર્વેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોના ખેતરોમાં જ્યાં પાણી ભરાયેલા છે. તેવા વિસ્તારોના સર્વે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને થયેલ નુકશાની સંદર્ભે સહાયપાત્ર ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.