ETV Bharat / state

સરકારનો નિર્ણય : 15 એપ્રિલથી માર્કેટીંગ યાર્ડ શરતી ખુલશે, શર્તભંગ તો યાર્ડ બંધ - અશ્વિનીકુમાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આવતીકાલથી અથવા તો ટૂંક સમયમાં જ તમામ માર્કેટ યાર્ડ ખોલવામાં આવશે.

સરકારનો નિર્ણય : 15 એપ્રિલથી  માર્કેટીંગ યાર્ડ શરતી ખુલશે, શર્તભંગ તો યાર્ડ બંધ

author img

By

Published : Apr 14, 2020, 6:57 PM IST

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન વધારવા માટેની જાહેરાત કરી છે, તે બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે જેથી રાજ્યમાં આવતીકાલથી અથવા તો ટૂંક સમયમાં જ રાજ્યના તમામ માર્કેટ યાર્ડ ખોલવામાં આવશે.માર્કેટિંગ યાર્ડ ખોલવા બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે લોકડાઉનમાં રાજ્યના અનાજના માર્કેટ યાર્ડ બંધ છે ત્યારે રાજ્ય સરકારે ચર્ચાવિચારણા કરીને આવતીકાલથી અથવા પછીના દિવસોમા ખેતપેદાશના વેચાણ માટે માર્કેટ યાર્ડ ખોલવામાં આવશે. પરંતુ અમુક શરતોને આધારે માર્કેટ યાર્ડ ખોલવામાં આવશે. જ્યારે તમામ માર્કેટ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે.

સરકારનો નિર્ણય : 15 એપ્રિલથી માર્કેટીંગ યાર્ડ શરતી ખુલશે, શર્તભંગ તો યાર્ડ બંધ
અશ્વિનીકુમારે માર્કેટ યાર્ડ ખોલવા બાબતે જણાવ્યું હતું કે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડ પર એક ખાસ કમિટીનું આયોજન કરવામાં આવશે. જે કમિટીમાં રજિસ્ટર, બાગાયત અધિકારી, કૃષિ અધિકારીઓની ટીમ બનાવવામાં આવશે, ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં વધુ પડતી ભીડ ન થાય તે માટે ખેડૂતોને એક દિવસ પહેલાં જ ટોકન આપવામાં આવશે. ત્યારબાદ ખેડૂતે એ ફાળવવામાં આવેલ દિવસોએ પોતાનો ખેતપેદાશનો સેમ્પલ વેપારીને બતાવશે અને જો વેપારી ખરીદવાની ઇચ્છા દર્શાવશે તો વેપારી જ ખેડૂતના ખેતરે જઈને ત્યાંથી જ ખરીદી કરશે જેથી ખેડૂતોને પોતાની ખેતપેદાશ માર્કેટિંગ યાર્ડમાં પણ લાવવાની જરૂર રહેશે નહીં.ઉલ્લેખનીય છે કે જે ખેડૂતોને પોતાના માલનું વેચાણ કરવું હશે તે ખેડૂતોએ અગાઉથી ને જે માર્કેટિંગ યાર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે આ સાથે જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં આવે ત્યારે માસ્ક પહેરીને સેનેટાઈઝ કરેલ હોવું જરૂરી છે આ સાથે જ સોશિયલ distance પણ મહત્વનું રહેશે. કોઈપણ નિયમનો ભંગ થાય અથવા તો વધુ પડતા વ્યક્તિઓ માર્કેટિંગ યાર્ડમાં દેખાશે તો રાજ્ય સરકાર જે તે માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણ બંધ કરી દેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.