ગાંધીનગર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની જૂની સરકાર દ્વારા MBBS, એન્જિનિયરિંગ જેવા ડિગ્રી અભ્યાસક્રમ માતૃભાષામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે બુધવારે રાજ્ય સરકાર દ્વારા માતૃભાષામાં અભ્યાસક્રમ તૈયાર કરવાની કવાયતને ધ્યાનમાં લઈને એક કમિટીની જાહેરાત કરવામાં આવી છે. તેમ જ પ્રથમ વર્ષથી જ એટલે કે, આ વર્ષથી જ માતૃભાષામાં અભ્યાસક્રમની શરૂઆત થશે.
આ પણ વાંચો ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંક રાજકોટમાં થશે શરૂ
નિષ્ણાત કમિટી રચના રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ટેકનિકલ, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જેતે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં NEP-2020માં દર્શાવેલા ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા શિક્ષણ વિભાગ દ્વારા 'ગુજરાત NEP સેલ' હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતુ.
રાજ્યની યુનિવર્સિટીની ડિગ્રી ડિજિ લૉકર પર ઉપ્લબ્ધ થશે રાજ્યના પ્રવક્તા પ્રધાને ગુજરાતની 45 યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે નિર્ણય કર્યો હતો. જે કોઈ પણ વિદ્યાર્થી પોતાના ડિગ્રી સર્ટિફિકેટ અથવા તો માર્કશીટ ગમે ત્યારે જરૂર પડે ત્યારે તે એક્સેસ કરી શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે પ્રવક્તા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની 45 જેટલી યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેન્ક ઑફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ‘Digi Locker’ પર રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો Class 1 Admission Age : નવી શિક્ષણ નીતિને લઈને શાળા વાલી વચ્ચે ગેરસમજ
વિદ્યાર્થીઓ માટે ડ્રોપ વર્ષ લઈને નિર્ણય ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ 2 કે 1 વર્ષનો અભ્યાસક્રમ બાદ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભણવાનું છોડી દે છે. ત્યારે આ બાબતે પણ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓએ Multiple Entry Exitને સમર્થન આપવા માટે તેમના અભ્યાસક્રમમાં વિવિધ વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવી છે અને આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ગુણાંકમાં સમાવેશ કરવામાં આવનાર છે, આમ વિધાર્થીઓ પોતાની રીતે ફરી અભ્યાસ શરૂ કરી શકશે.