ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થશે. જેમાં અનેક મુદ્દાની ચર્ચા થશે. લોકસભાની ચૂંટણીથી લઈને સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સુધીનું આયોજન થઈ શકે છે. જે અંગે ચર્ચા વિચારણા બાદ યોજના મામલે પણ એલાન થઈ શકે છે.
ખેડૂતોને સહાય માટેની જાહેરાત: કેબિનેટ બેઠકમાં 15 જિલ્લાના એક લાખ 99,951 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનો રિપોર્ટ જ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે 42,210 હેક્ટર વિસ્તારમાં 33% તેથી વધુ નુકસાન થયું છે. જેથી ગુજરાતના 15 જિલ્લાના 64 તાલુકાના 2785 ગામમાં પાક નુકસાન થયા હોવાનો અહેવાલ સરકારને પ્રાપ્ત થયો છે. ત્યારે રાજ્ય સરકાર આ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને સહાય માટેની જાહેરાત કરી શકે છે. આમ આજની કેબિનેટમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે 500 કરોડ થી 700 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી શકે તેવી શક્યતા છે.
આ પણ વાંચો Gandhinagar News : વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોએ ભાજપ સાથે 'હાથ' મિલાવી લીધો
બેઠકમાં ચર્ચા: જિલ્લા પ્રમાણે ખાસ આયોજન લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પટેલ દ્વારા તમામ જિલ્લાઓમાં એક એક દિવસમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે તે જિલ્લામાં સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્ય કોર્પોરેટરો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે. ત્યારે તમામ જિલ્લાઓની મહત્વની કામગીરી અને જિલ્લા પ્રમાણે ખાસ આયોજન બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
નવી જાહેરાત: 1 મેં એટલે ગુજરાતનો સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં અને જિલ્લા પ્રભારી ને ખાસ સુચના અને જવાબદારી પણ અલગ અલગ જિલ્લાની સોંપવામાં આવશે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અનેક જિલ્લાઓમાં રાજ્ય સરકાર વિશેષ ભેટ આપી શકે તેમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે વિજય થનાર ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ની જીત મેળવવા માટે ગુજરાતની જનતાને સારી સુવિધાઓ અને નવી જાહેરાત કરે તેવી પણ શક્યતા છે.
આ પણ વાંચો Gandhinagar News : CMના CMOમાંથી પંડ્યાએ રાજીનામું આપવા પાછળનું કારણ કહ્યું...
કેન્દ્રીય નેતાઓ જમાવડો: સોમવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન રાજનાથ એ આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે. ત્યારે 30 દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર પણ હાજર રહેવાના છે. ત્યારે તેમના માટે પણ ખાસ વિશેષ અવસ્થાઓ અને સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવશે કે આ કાર્યક્રમનું સમાપન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે.