ગાંધીનગરઃ ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયાકિનારે અન્ય રાજ્યના માછીમારો પણ માછીમારી કરવા આવતા હોય છે. તેમ જ પોતાની આજીવિકાને ન્યાય આપતા હોય છે. ત્યારે પાકિસ્તાનના પણ અનેક માછીમારો આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરીને ભારતીય બોર્ડરમાં પ્રવેશે છે. તો બીજી તરફ સારી માછલીઓ મેળવવા ગુજરાતના માછીમારો પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન તરફ જતા રહે છે. તો છેલ્લા 2 વર્ષમાં કુલ આવા 560 માછીમારોની પાકિસ્તાન તંત્ર દ્વારા ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Jamnagar Crime: પીરોટન ટાપુ પર પ્રતિબંધ છતાં માછીમાર ઘૂસ્યો, પૂછપરછ શરૂ
ક્યાં વર્ષમાં કેટલા માછીમારોની ધરપકડ કરાઈઃ કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કરેલા પ્રશ્નો મુજબ, 31 ડિસેમ્બર 2022ની સ્થિતિ પ્રમાણે કોઈ પણ 560 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં વર્ષ 2021માં 193માંથી માછીમારો અને વર્ષ 2022માં 81 મળીને કુલ 274 જેટલા માછીમારો ફક્ત 2 વર્ષમાં જ પાકિસ્તાન તંત્ર દ્વારા પકડવામાં આવ્યા છે.
સરકારે ફક્ત 21 વખત જ કરી રજૂઆતઃ રાજ્ય સરકાર દ્વારા માછીમારોને છોડાવવા કેન્દ્ર સરકારમાં અરજી કરવી પડે છે, જે અંતર્ગત રાજ્ય સરકાર પ્રશ્નોત્તરીમાં થતી ઉત્તર આપતા જણાવ્યું હતું કે, માછીમારો અને બોટને છોડાવવા વર્ષ 2021માં 11 વખત અને વર્ષ 2022માં 10 વખત એમ કુલ 21 વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે માછીમારોની રાષ્ટ્રીયતા ખરાઈની વિગત પણ ભારત સરકારના ગૃહ વિભાગને પૂરી પાડીને તેમને છોડવાની વિનંતી કરવામાં આવી છે.
સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે સહાયઃ ગુજરાતના માછીમારો માછીમારી કરતા પાકિસ્તાન બોર્ડરમાં પ્રવેશી લે છે અને પાકિસ્તાન તંત્ર દ્વારા તેઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આવવા માછીમારોના પરિવાર જનનની પ્રતિક 300 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. જ્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 323 જેટલા કુટુંબોને 300 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે જ્યારે નિયમ પ્રમાણે જે માછીમાર સામે ગુજરાતમાં પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ હોય તેવા પરિવારજન અને સહાય આપવામાં આવતી નથી.