ETV Bharat / state

ગરીબો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી ઉમેદવારે એકઠી કરી ડિપોઝિટ, ગાંધીનગરની બેઠક પરથી નોંધાવી અપક્ષ ઉમેદવારી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક (Gandhinagar North Assembly Seat) પરના અપક્ષ ઉમેદવાર 1 રૂપિયાના સિક્કા લઈને ફોર્મ ભરવા આવ્યા હતા. તેમણે અહીં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી.

ગરીબો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી ઉમેદવારે એકઠી કરી ડિપોઝિટ, ગાંધીનગરની બેઠક પરથી નોંધાવી અપક્ષ ઉમેદવારી
ગરીબો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી ઉમેદવારે એકઠી કરી ડિપોઝિટ, ગાંધીનગરની બેઠક પરથી નોંધાવી અપક્ષ ઉમેદવારી
author img

By

Published : Nov 17, 2022, 4:09 PM IST

Updated : Nov 17, 2022, 9:02 PM IST

ગાંધીનગર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારો પણ જીતવા માટે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. તેવામાં ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવારે (Independent Candidate Mahendra Patani) ફોર્મ ભરતા સમયે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

અપક્ષ ઉમેદવારે નોંધાવી ઉમેદવારી ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક (Gandhinagar North Assembly Seat) પરથી મહેન્દ્ર પટણી (Independent Candidate Mahendra Patani) અપક્ષ ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેણે અહીં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી. નવાઈની વાત એ છે કે, તેઓ પોતાના વિસ્તારમાંથી લોકો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી 1-1ના 10,000 સિક્કા કોથળામાં ભરીને કચેરી લાવ્યા હતા. ત્યારબાદ તેમણે ઉમેદવારી નોંધાવી હતી.

2 કોથળા ભરીને ઉમેદવાર લાવ્યા રૂપિયા

2 કોથળા ભરીને ઉમેદવાર લાવ્યા રૂપિયા આ અંગે અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણીએ (Independent Candidate Mahendra Patani) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતાના વિધાનસભા વિસ્તારમાંથી લારી-ગલ્લા અને જે લોકોના મકાન તૂટી ગયા છે. તેમની પાસેથી એક એક રૂપિયો ઉઘરાવીને આ 10,000 રૂપિયા ભેગા કર્યા છે અને હું ઉમેદવારીપત્ર ભરવા માટે આવ્યો છું. જ્યારે એક-એક રૂપિયાના 10,000 સિક્કાના 2 કોથળા ભરીને ફોર્મ ભરવા અહીં પહોંચ્યો હતો. આનું કુલ વજન 42.530 કિલોગ્રામ થાય છે.

ગરીબોને મકાન પાછા અપાવીશ અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણી (Independent Candidate Mahendra Patani) જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરી વિસ્તારમાં કેટલાક ગરીબોના મકાનો ઝૂંપડાઓ અને લારી ગલ્લાઓને દબાણમાં હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે અનેક લોકો કદવિહોણા થયા છે. અત્યારે આવા ગરીબ લોકોને જો હું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ગાંધીનગર ઉત્તર બેઠક (Gandhinagar North Assembly Seat) પરથી વિજય બનીશ. તો મકાન પાછા અપાવીશે. સાથે જ હું તેમનું ઋણ ઉતારી દઈશ. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે 3 દિવસની અંદર 50 જેટલા કાર્યકર્તા હોય એક સાથે રહીને એક-એક રૂપિયાની ઉઘરાવાની શરૂઆત કરી હતી. ત્યારે ત્રણ દિવસની અંદર જ 10,000 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.

Last Updated : Nov 17, 2022, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.