ગાંધીનગર: રાજ્યમાં કોરના વાઇરસના કુલ 82,087 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. 1120 દર્દીઓને બુધવારે રજા આપવામાં આવી હતી.
ગુજરાત કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 82,087
- કુલ મૃત્યુ - 2839
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 146, સુરત મહાપાલિકા વિસ્તારમાં 166, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 93, રાજકોટ કોર્પોરેશન 62, સુરત 72, જામનગર કોર્પોરેશન 59, મોરબી 34, પંચમહાલ 44, ભાવનગર કોર્પોરેશન 35, રાજકોટ 34, કચ્છ 30, દાહોદ 28, અમરેલી 27, ભાવનગર 25, ભરૂચ 22, વડોદરા 22, મહેસાણા 20, બનાસકાંઠા 19, પાટણ 18, અમદાવાદ 17, ગાંધીનગર 17, આણંદ 13, ગીર સોમનાથ 13, વલસાડ 13, બોટાદ 11, જુનાગઢ કોર્પોરેશન 11, નવસારી 11, ગાંધીનગર કોર્પોરેશન 10, પોરબંદર 10, જુનાગઢ 9, નર્મદા 9, સાબરકાંઠા 7, જામનગર 6, ખેડા 6, સુરેન્દ્રનગર 6, તાપી 5, મહીસાગર 5, અરવલ્લી 4, દેવભૂમિ દ્વારકા 3, છોટાઉદેપુર 1 અને અન્ય રાજ્યમાંથી 1 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં 81 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2839 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 29490 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.
સુરત બુધવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 166 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 72 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 238 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.