ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) શપથવિધિ બાદ મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળી લીધો છે. જોકે, આ ચાર્જ લેતા પહેલા તેમણે મુખ્યપ્રધાન કાર્યાલયમાં જ સીમંધર સ્વામી અને દાદા ભગવાનની પૂજા કરીને માથું ટેકવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Gujarat New ministers ) સાથે સમગ્ર પ્રધાનમંડળના સભ્યોએ પોતાના ખાતા સંભાળી લીધા છે.
કોણ છે દાદા ભગવાન: દાદા ભગવાન ભારતના એક આધ્યાત્મિક નેતા હતા. જેમણે અક્રમ વિજ્ઞાન ચળવળની (dada Bhagwan Gujarat) સ્થાપના કરી હતી. તેઓ નાનપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. લોકો તેમને દાદાશ્રીના નામથી પણ ઓળખતા (CM Bhupendra Patel dada Bhagwan) હતા. તેમનું સાચું નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ હતું. તેમણે 1958 માં "આત્મ અનુભૂતિ" પ્રાપ્ત કરી. અંબાલાલ મુલજીભાઈ પટેલ (A.M. પટેલ) નો જન્મ 7 નવેમ્બર 1908 ના રોજ વડોદરાના નજીકના ગામ તરસાલીમાં થયો હતો. તેમના માતાપિતા, મુલજીભાઈ અને ઝવેરબા, વૈષ્ણવ પાટીદાર હતા. તેમનો ઉછેર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના ભાદરણમાં થયો હતો.
જૈન મુનિથી પ્રભાવિત: એવું કહેવાય છે કે, જ્યારે તેઓ તેર વર્ષના હતા, ત્યારે તેમને એક સંત દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા કે તેઓ આધ્યાત્મની દિશામાં મોક્ષ પ્રાપ્ત કરશે. વર્ષ 1924 માં, તેમણે હીરાબેન નામની સ્થાનિક ગામડાની છોકરી સાથે લગ્ન કર્યા હતા. તેઓ પાછળથી જૈન સાધુ શ્રીમદ રાજચંદ્રના લખાણોથી પણ પ્રભાવિત થયા હતા, જેઓ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક અને ગૃહસ્થ અને ધાર્મિક શિક્ષક હતા. જેમના શિક્ષણથી પાછળથી નવી ધાર્મિક ચળવળને પ્રેરણા મળી હતી. તેણે કામચલાઉ બ્રહ્મચર્યનું પાલન કરીને શરૂઆત કરી અને બાદમાં આજીવન બ્રહ્મચર્યનું વચન આપ્યું.
કામ પણ કર્યું: એ પછી તેઓ બોમ્બે ગયા જ્યાં તેમણે પટેલ એન્ડ કંપની માટે કોન્ટ્રાક્ટર તરીકે સફળતાપૂર્વક કામ કર્યું. કંપની બોમ્બે પોર્ટમાં ડ્રાય ડોક્સના નિર્માણ અને જાળવણીમાં સામેલ હતી. તેમણે જૂન 1958માં સુરત રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર બેંચ પર બેસીને આત્મસાક્ષાત્કાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે શરૂઆતના દિવસોમાં આત્મસાક્ષાત્કારની બાબત જાહેર થઈ ન હતી. તેમના અનુભવને પગલે, એક નજીકના સંબંધીએ તેમને તેમના આધ્યાત્મિક નામ દાદાથી સંબોધવાનું શરૂ કર્યું. દાદા ભગવાને અક્રમ વિજ્ઞાન આંદોલન નામની આધ્યાત્મિક ચળવળ શરૂ કરી. આ ચળવળ 1960ના દાયકામાં ગુજરાતમાં શરૂ થઈ હતી અને બાદમાં મહારાષ્ટ્ર અને વિશ્વભરના ગુજરાતી ડાયસ્પોરા સમુદાયોમાં ફેલાઈ હતી.
દુનિયામાં ડંકો વાગ્યો: આ ચળવળ 1960 અને 1970 ના દાયકામાં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અને પૂર્વ આફ્રિકા, ઉત્તર અમેરિકા અને બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરામાં વિસ્તરી હતી. 1983માં, તેમના અંદાજે 50,000 અનુયાયીઓ હતા. તારીખ 2 જાન્યુઆરી 1988ના રોજ તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કારમાં લગભગ 60000 અનુયાયીઓ જોડાયા હતા.