ETV Bharat / state

Congress Reaction : 30700 કરોડની પૂરક માગણી લાવતાં સરકાર પર ભડકી કોંગ્રેસ, શૈલેષ પરમારે તીખા શબ્દપ્રહાર કર્યાં

ગુજરાત વિધાનસભા બજેટ સત્રની આજની કામગીરીમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર સરકાર પર બરાબરના અકળાયેલા જોવા મળ્યાં હતાં. સરકાર 30700 કરોડથી વધુની પૂરક માગણીઓ લઈને વિધાનસભામાં આવી છે. તેના પર શૈલેષ પરમારે તીખા શબ્દપ્રહાર કર્યાં હતાં.

Congress Reaction : 30700 કરોડની પૂરક માગણી લાવતાં સરકાર પર ભડકી કોંગ્રેસ, શૈલેષ પરમારે તીખા શબ્દપ્રહાર કર્યાં
Congress Reaction : 30700 કરોડની પૂરક માગણી લાવતાં સરકાર પર ભડકી કોંગ્રેસ, શૈલેષ પરમારે તીખા શબ્દપ્રહાર કર્યાં
author img

By

Published : Mar 4, 2023, 8:12 PM IST

સરકાર કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને કોર્પોરેશનને બચાવવા માટે કોઈ જ કડક પગલાં લેતી નથી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના સાતમા દિવસના કામકાજમાં આજે આરોગ્ય અને પરિવાર, પ્રવાસન, માર્ગ અને પુલ અનુસૂચિત જાતિ પેટા યોજના અને શહેરી વિકાસ બાબતે બજેટ પર પૂરક માંગણીઓની ચર્ચા અને મતદાનનો બીજો અને અંતિમ દિવસ હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારના અનેક વિભાગોને આડા હાથે લીધા હતા. તેમણે અને આક્ષેપ કર્યા હતા કે સરકાર કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને કોર્પોરેશનને બચાવવા માટે કોઈ જ કડક પગલાં લેતી નથી જેથી સરકારના વહીવટ સામે પણ પ્રશ્નાર્થ થવાનો આક્ષેપ શૈલેષ પરમાર કર્યા હતા.

આ પણ વાંચો Amit Chavda Allegation : અનિયમિતતા છુપાવવા સરકાર કેગ રિપોર્ટ અંતિમ દિવસોમાં મૂકતી હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ

કરોડોનું બજેટ તેમ છતાં 30,700 કરોડથી વધુની પૂરક માગણીઓ : શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દર વખતે બજેટ રજૂ કરે છે. એ બજેટમાં દરેક વિભાગને અલગ અલગ રકમ ફાળવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 202-23 માં 2,43,964 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્ર રજૂ કર્યા બાદ દરેક વિભાગને તેની ફાળવણી કરવામાં આવી હતી. ગત વર્ષ ચૂંટણીનું વર્ષ હતું ચૂંટણીના અનુસંધાનમાં દરેક વિભાગોને તેમની ધારણા કરતા પણ વધારે રકમને ફાળવણી કરવામાં આવી હતી. ગત વર્ષે ચૂંટણી હોવાથી સરકારે 2 લાખ 43 હજાર કરોડનું બજેટ રજૂ કર્યું હતું. તેમ છતાં 30700 કરોડથી વધુની પૂરક માગણીઓ લઈને સરકાર વિધાનસભામાં આવી છે.

આ પણ વાંચો Gujarat Assembly Budget Session 2023 : અદાણી પાસેથી 2 વર્ષમાં 8160 કરોડ રૂપિયાની વીજ ખરીદી, જૂઓ તમામ આંકડા

ઇતિહાસની પ્રથમ ઘટના : શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં એવી પ્રથમ ઘટના છે કે જેમાં બજેટમાં 30,700 કરોડની પૂરક માગણીઓ રજૂ કોઈ સરકારે કરી હોય, જ્યારે 30700 કરોડથી વધારે રૂપિયાની પૂરક માગણીઓ લાવે તેનો મતલબ છે કે સરકારના સુશાસન, પારદર્શિતા અને કુશળ વહીવટ કરતા જેવી તમામ બાબતો ઉપર સવાલ ઉઠી રહ્યો છે. રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ, માર્ગ વિભાગ અને શહેરી વિભાગ હોય જેવા વિભાગોએ 12,000 કરોડથી પણ વધારે રકમની ફાળવણી કરી છે અને તેને વાપરી છે.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સાચવવાનું કામ : શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું હતું કે આટલો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં આજે આરોગ્ય ક્ષેત્રમાં ડોક્ટરો નથી, લેબ નથી, એક્સરેની સુવિધાઓ નથી. માર્ગ મકાન વિભાગમાં રોડ રસ્તા માટેની માગણીઓ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં સોગંદનામુ કરીને પણ કહ્યું છે કે 67 કરતા વધુ પૂલોની હાલત બિસમાર હાલતમાં છે. અમદાવાદની અંદર હાટકેશ્વર બ્રિજ નવ મહિનાથી બંધ છે અને આ બ્રિજનો રિપોર્ટ આવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને બચાવવા માટે અને અધિકારીઓને બચાવવા માટે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. આ બાબતોમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સાચવવાનું કામ આ સરકાર કરી રહી હોવાના આક્ષેપ શૈલેષ પરમારે કર્યા હતાં.

આ પણ વાંચો Budget Session: ગુજરાતના પ્રત્યેક નાગરિક પર 50,000 રૂપિયાનું દેવું, સરકારે પોતે વિધાનસભામાં સ્વીકાર્યું

સરકારના વહીવટ પર પ્રશ્નાર્થ : શૈલેષ પરમારે સરકારની કામગીરી ઉપર વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું તે શહેરી વિકાસની અંદર ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા સરકારી કાર્યક્રમોની અંદર દરેક મહાનગરપાલિકાઓમાં અલગ અલગ વિકાસ કામોની જાહેરાત કરી હતી, જે રકમ 1600 કરોડથી પણ વધારે છે જેને પણ આજે પૂરક માગણીમાં લઈને આવ્યા છે. આજે બહેરામપુરા વોર્ડમાં સ્ટ્રોંગ બેરેજ, ઘેર-ઘેર પાણી પીવડાવાની નળની સુવિધા નથી અને ડમ્પિંગ સાઈડમાં બજેટમાં જે જોગવાઈ કરી હતી તેમ છતાં પણ આ ડમ્પિંગ તેમની તેમ છે. તેમ છતાં પૂરક માગણીઓ લઈને આવી છે જે સરકારને વહીવટ ઉપર પ્રશ્નાર્થ રૂપ બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.