ગાંધીનગર : ગુજરાતના વિકાસ નવી રફતાર પકડવા બજેટ 2023-24 વિધાનસભા ગૃહમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ રજૂ કરી દીધું છે. બજેટમાં મહેસૂલ વિભાગને લઈને સરકારે કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કનુ દેસાઈ નાણાપ્રધાન પદેથી તેઓ બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણી આ મહેસૂલ વિભાગનું બજેટ કેવું છે.
મહેસૂલ વિભાગ માટે બજેટ : જમીન તેમજ મહેસૂલી વ્યવસ્થાપનનું ઉત્તરોત્તર સરળીકરણ અને ડિજિટાઇઝેશન કરી લોકોને ઘરેબેઠા સેવાઓ આપવા અને પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ છે. હવે ડિજિટલ સિગ્નેચર સાથેનું ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી રહે તેવી પદ્ધતિ સરકારે અમલમાં મૂકેલ છે. મહેસૂલી દસ્તાવેજોની નોંધણી માટે નાગરિકો પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરીને ઇન્ડેક્ષ-2ની સર્ટીફાઇડ નકલો પણ ઓનલાઇન મેળવી શકે છે. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ કરવાનું મોટું અભિયાન હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું છે.
આ પણ વાંચો : Budget 2023: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ
શું શું કરવામાં આવી જોગવાઈ : પાટણ ખાતે નવી કલેકટર કચેરી અને ઈડર, બાબરા, ઉપલેટા, માળીયા (હાટીના), ઉંઝા અને ભિલોડા ખાતે મામલતદાર કચેરીઓના બાંઘકામ માટે 46 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 6 સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવનના નવીન બાંધકામ માટે 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકોને વધુ સારી સુવિધાઓ માટે રાજ્યની સબ રજીસ્ટ્રાર અને સ્ટેમ્પ કચેરીઓના રિનોવેશન અને અપગ્રેડેશન માટે 7 કરોડની જોગવાઇ અને મહેસૂલ તંત્રની વિવિધ કચેરીઓના રેકર્ડ અને દસ્તાવેજોના ડિજિટાઇઝેશન માટે 5 કરોડની જોગવાઇની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Budget 2023 : બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે 21,605 કરોડની જોગવાઈ, જૂઓ થઈ જાહેરાત
ગુજરાત વિકાસનો મજબુત પાયો : સામાજિક અને આર્થિક વિકાસ ગુજરાતે કર્યો છે. આવનારી ઉજ્જવળ ભાવિ પેઢીના માટે કેટલીક જોગાવઈઓ પર સરકાર ધ્યાન આપી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં આ માટે 2 લાખ કરોડનો ખર્ચ કરશે. વર્ષ 2023- 23 દરમિયાન ગુજરાતનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે.