ETV Bharat / state

Gujarat budget 2022: રાજ્ય સરકારે વકફ બોર્ડને 2 વર્ષથી ગ્રાન્ટની ફાળવણી નથી કરી - Quiz of Legislative Assembly

આજે વિધાનસભા ગૃહમાં મહત્વનો ખુલાસો (Important Revelation in the Budget 2022)સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષ થી ગુજરાત વકફ બોર્ડને પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જવાબ આપ્યો હતે કે એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ ન હતી. ગુજરાત રાજ્યમાં વકફ બોર્ડની જાળવણી અને સાર સંભાળ રાખવાનું કાર્ય કરવામાં આવતું હોય છે. અમુક પ્રકારના કેસોની નિકાલ કરવાની જવાબદારી બોર્ડની હોય છે

Gujarat budget 2022: રાજ્ય સરકારે વકફ બોર્ડને 2 વર્ષથી ગ્રાન્ટની ફાળવણી નથી કરાઈ

author img

By

Published : Mar 4, 2022, 4:48 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ બોર્ડ અને નિગમો કાર્યરત કરવામાં આવે છે અને શાસક પક્ષ દ્વારા બોર્ડ અને નિગમોમાં ચેરમેન અને અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે, જ્યારે રાજ્યના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર દ્વારા બજેટમાં જોગવાઈઓ (Provisions in the budget) કરવામાં આવે છે પણ આજે વિધાનસભા ગૃહમાં મહત્વનો ખુલાસો (Important Revelation in the Budget 2022)સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષથી ગુજરાત વકફ બોર્ડને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ ન હોવાનો પ્રશ્નોત્તરીમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો હતો પ્રશ્ન

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA from Ahmedabad) ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય વકફ બોર્ડને (Waqf board) છેલ્લા બે વર્ષમાં કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. તેના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે જે છેલ્લા 2 વર્ષમાં એક પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. આમ 31 ડીસેમ્બર 2021ના અંતર્ગત રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં એક પણ ગ્રાન્ટ ફાળવી નથી.

આ પણ વાંચો: મુસ્લિમ સંગઠનોએ 5 એકર જમીન મુદ્દે સુન્ની વકફ બોર્ડ સામે સવાલ ઉઠાવ્યા

રૂપાણી સરકારમાં ગ્રાન્ટ ન ફાળવાઈ

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 31 ડીસેમ્બર 2021ની પરિસ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી ત્યારે ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર કાર્યરત હતી મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત વકફ બોર્ડના ચેરમેન તરીકે રાજકોટના જ સચ્ચા હીરાને વકફ બોર્ડની જવાબદારી પણ સોંપવામાં આવી હતી આમ એક જ શહેરના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત વકફ બોર્ડના ચેરમેન (Chairman of the Waqf Board)સજ્જાદ હીરા સત્તામાં હતા તેમ છતાં પણ રાજ્ય સરકારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ન હતી..

ગુજરાત વક્ફ બોર્ડનું કાર્ય

ગુજરાત વક્ફ બોર્ડની મળતી માહિતી પ્રમાણે કાર્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વકફ બોર્ડની જેટલી પણ નિકટતા હોય તેની જાળવણી અને સાર સંભાળ રાખવાનું કાર્ય કરવામાં આવતું હોય છે. જ્યારે અમુક પ્રકારના કેસોની નિકાલ કરવાની જવાબદારી ગુજરાતમાં બોર્ડની હોય છે. તેમજ મહત્વની બોર્ડ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ન હોવાનું વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવ્યું હતું.

આ પણ વાંચો: Union Minister Mukhtar Abbas Naqvi in Surat : અમે વકફ બોર્ડને માફિયાઓથી મુક્ત કરવા માટે કાર્યરત છીએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.