ETV Bharat / state

Gujarat Budget 2022: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 7030 કરોડની જોગવાઈ, યુવાનો માટે રોજગારીનું આયોજન - ફાયનાન્‍સિયલ આસિસ્ટન્‍સ ટુ ઈન્ડસ્ટ્રીઝ યોજના

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 7030 કરોડની (Gujarat Budget 2022)જોગવાઇ કરવામાં આવી છે. વર્ષ 2022-23ના બજેટમાં ઉદ્યોગો માટે કૌશલ્યયુક્ત કામદારો અને યુવાનોને પૂરતા પ્રમાણમાં રોજગારીના(Industries and Mines Department)અવસરો પ્રાપ્ત થાય તે મુજબનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

Gujarat Budget 2022: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 7030 કરોડની જોગવાઈ, યુવાનો માટે રોજગારીનું આયોજન

author img

By

Published : Mar 3, 2022, 6:34 PM IST

ગાંધીનગરઃ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 7030 કરોડની જોગવાઇ વર્ષ 2022-23ના અંદાજપત્રમાં(Gujarat Budget 2022)કરવામાં આવી છે. રાજ્યે દેશમાં ઔધોગિક ઉત્પાદન, ફેકટરીઓની સંખ્યા અને નિકાસના ક્ષેત્રે મોખરાનું સ્થાન મેળવેલ છે. વાંસી-બોરસી, જિલ્લો નવસારી ખાતે કેન્‍દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ રોજગારીના વિપુલ અવસરો ઊભા કરવા અદ્યતન સુવિધા ધરાવતા ટેક્ષટાઈલ પાર્કની સ્થાપના(Establishment of textile park) કરવાનું આયોજન. ટેક્ષટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇન પૈકીના ખાસ ક્ષેત્રોને મજબૂત કરવા માટે 1450 કરોડ રૂપિયા જોગવાઈ કરવામાં આવી છે. એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને સ્પર્ધાત્મકતા વધારવા માટે સ્કીમ ફોર ફાયનાન્‍સિયલ આસિસ્ટન્‍સ ટુ ઈન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ સહાય આપવા 1360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઇન્‍ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવાનું આયોજન

નિકાસની નવી તકો સાથે રોજગારીના વિપુલ અવસરોનું (CM Apprentice Scheme)નિર્માણ કરવા મોરબી ખાતે 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવતું ઇન્‍ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવાનું આયોજન. બાજપાઇ બેંકેબલ યોજના(Bajpayee Bankable Scheme)અન્વયે અંદાજે 37 હજાર લાભાર્થીઓને ધિરાણ માટે વ્યાજ સહાય આપવા 238 કરોડની જોગવાઈ કરવમાં આવી છે. નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે તથા રાજ્યમાં સ્ટાર્ટ-અપ ઇકો સીસ્ટમને વધુ સુદૃઢ બનાવવા અર્થ સ્ટાર્ટ-અપ-વેન્ચર ફાયનાન્‍સ યોજના માટે 1000 કરોડનું ફંડ ઊભું કરવાનું આયોજન કરેલ છે. જે માટે આગામી વર્ષ માટે 200 કરોડની જોગવાઈ કરવમાં આવી છે. ભારત સરકાર દ્વારા જાહેર કરેલ નેશનલ હાઇડ્રોજન મિશન(National Hydrogen Mission) અને વિવિધ પ્રોડકશન લીન્ક ઇન્‍સેન્‍ટીવ સ્કીમોને સુસંગત રહીને, પસંદ કરેલા સેકટરોમાં મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરવા તેમજ મુડીરોકાણને આકર્ષવા નવી ઔદ્યોગિક પ્રોત્સાહન યોજના તથા તે અંગેના સંશોધન અને વિકાસ અર્થે ગ્રીન ઇનોવેશન ફંડ માટે મૂડી 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: કુલ 34,884 કરોડની શિક્ષણવિભાગ માટેની જોગવાઈઓ જાણો

પાંચ સ્થળોએ એગ્રો-ફુડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન

માનવ કલ્યાણ યોજના અન્વયે નાના પ્રકારના ધંધા રોજગાર કરતા 34 હજાર લાભાર્થીઓને 27 ટ્રેડ માટે સાધન-ઓજાર સ્વરૂપે સહાય આપવા માટે 48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે 45 કરોડની જોગવાઈ કરવામાંઆવી છે. ભારતના પ્રથમ ગ્રીન ફીલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં વધુ મૂડી રોકાણ આકર્ષી રોજગારીની તકો સર્જવા તેમજ રોકાણકારોને પ્રોત્સાહન આપવા ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્‍ટ પ્રમોશન સ્કીમ હેઠળ 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સંશોધન અને વિકાસ યોજના 2020 અન્વયે સંસ્‍થાઓને સંશોધન પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા સહાય આપવા માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પાંચ સ્થળોએ એગ્રો-ફુડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન. મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપી નિકાસને વેગ આપવા પાંચ સી-ફુડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન. IT,BT ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે નવી IT,BT નીતિમાં 111 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન

પ્રવાસન ઉદ્યોગ થકી રોજગારીની વિપુલ તકો ઊભી થતી હોઇ પ્રવાસન વિકાસ માટે 465 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 1,837 કરોડની જોગવાઇ યુવાનોનું ઉદ્યોગો તેમજ બીજા ક્ષેત્રોની જરૂરિયાત મુજબનું કૌશલ્યવર્ધન થાય તે માટે 51 નવા ભવિષ્યલક્ષી કોર્સ દ્વારા 50 હજાર તાલીમાર્થીઓને તાલીમ આપવાનો નિર્ણય કરેલ છે. હાલના 50 અને નવા 51 કોર્સ મળી 101 કોર્સ મારફત તાલીમ આપવા માટે 521 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં માળખાકીય સુવિધા તેમજ બાંધકામ માટે 190 કરોડનીજોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત 50 હજાર યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન એપ્રેન્‍ટીસ યોજના અંતર્ગત 1 લાખ જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રોજગારીના અવસરો પ્રાપ્ત થાય તે મુજબનું આયોજન

  • કૌશલ્યા-ધી સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ તથા આનુષંગિક સવલતો માટે 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્‍સ્ટીટયૂટની સ્થાપના કરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઇનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા 36 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના અપગ્રેડેશન માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ડ્રોન સ્કીલ ઇન્‍સ્ટીટયૂટની સ્થાપના માટે 20 કરોડના જોગવાઈ કરવામાં આવી છે.
  • તાલીમાર્થીઓને અનુભવ આધારિત શિક્ષણ માટે 50 આઇ.ટી.આઇ. ઓગમેન્ટેડ રિયાલીટી અને વર્ચ્યૂઅલ રિયાલીટી લેબોરેટરી માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • તાલુકાકક્ષાએ કૌશલ્ય વર્ધનની તાલીમ માટે સક્ષમ યોજના માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.