ETV Bharat / state

Gujarat Budget 2022: ITI માં નવા 51 કોર્ષ શરૂ થશે : બ્રિજેશ મેરજા - Minister of Labor and Employment Brijesh Merja

શ્રમ અને રોજગાર ડિપાર્ટમેન્ટને(Department of Labor and Employment) આ બજેટમાં(Gujarat Budget 2022)શું લાભ મળ્યો છે. તે વિશે શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ માહિતી આપી હતી. રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ( Brijesh Merja)માહિતી આપી હતી કે, આ બજેટ રેવન્યુ પ્લસ બજેટ છે.

Gujarat Budget 2022: ITI માં નવા 51 કોર્ષ શરૂ થશે : બ્રિજેશ મેરજા

author img

By

Published : Mar 4, 2022, 1:54 PM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન કનુ દેસાઇએ(FM Kanu Desai) બજેટ રજૂ કર્યું હતું. શ્રમ અને રોજગાર ડિપાર્ટમેન્ટને(Department of Labor and Employment) આ બજેટમાં શું(Gujarat Budget 2022)લાભ મળ્યો છે. તે વિશે શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ માહિતી આપી હતી.

ITI માં નવા કોર્ષ શરૂ થશે

રાજ્યમાં નવા 51 ITI કોર્ષ શરૂ થશે

રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ( Brijesh Merja)માહિતી આપી હતી કે, આ બજેટ રેવન્યુ પ્લસ બજેટ છે. બજેટમાં ગ્રામ પંચાયત, કૌશલ્ય વિકાસ અને રોજગારને લગતી ફાળવણી કરવામાં આવી છે. આઈ.ટી.આઈમાં 51 નવા કોર્સ શરૂ( ITI will start 51 new courses)કરવામાં આવશે. ITI માં(Industrial Training International)અત્યારે 50 કોર્ષ ચાલી રહ્યા છે. હવે નવા 51 કોર્ષ શરૂ થતાં કુલ 101 કોર્ષ શરૂ થશે. તે માટે સરકારે 512 કરોડની ફાળવણી કરી છે. જેનો લાભ 50 હજાર વિદ્યાર્થીઓને મળશે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : બજેટને લઈને કોંગ્રેસે કાઢી ઝાટકણી

સામાજિક સુરક્ષા માટે 02 કરોડની જોગવાઈ

બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકો માટે ભોજનની કિંમત દસ રૂપિયાથી ઘટાડીને પાંચ રૂપિયા કરાઈ છે. તે માટે 34 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અંકલેશ્વર, સાણંદ, મોરબી, રાજકોટ અને વેરાવળમાં શ્રમ નિકેતન યોજના માટે 09 કરોડ ફાળવવામાં આવ્યા છે. સામાજિક સુરક્ષા માટે 02 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મોરબીમાં 400 કરોડના ખર્ચે સિરામિક પાર્ક બનશે

શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા જે વિસ્તારમાંથી આવે છે. તે મોરબીમાં 400 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનશે. આ ઉપરાંત મોરબીમાં જિલ્લાકક્ષાના સ્પોર્ટ્સ સેન્ટર પણ બનવા જઈ રહ્યું છે. મોરબીમાં સિંચાઈ વિહોણા ગામો માટે હજારો કરોડના ખર્ચે સિંચાઈ યોજના પણ દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022: મોરબીમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે બનશે વૈશ્વિક કક્ષાનું સિરામિક પાર્ક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.