ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણા પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે અન્ન અને નાગરિક પુરવઠાના વિકાસની વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.
માર્ગ અને મકાન
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.10,200 કરોડની જોગવાઈ
સરકારે છેવાડાના ગામડાં સુધી રસ્તાઓના વિશાળ નેટવર્ક દ્વારા તમામ સુવિધાઓ પહોંચાડી સ્વરોજગારી નિર્માણને વેગ આપ્યો છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પુલો, ઓવરબ્રીજ, અન્ડરબ્રીજ બનાવવાની તેમજ સરકારી મકાનો અને કર્મચારીઓના ક્વાટર્સ બનાવવાની કામગીરીમાં અગ્રેસર છે.
સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકાપઢળ થયા હોય, તેવા બાકી રહેતા 150 તાલુકાના 249 રસ્તાઓની 11,200 કિલોમીટક લંબાઈના રસ્તાઓનું રિસરફેસીંગ રૂ.3600 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં 500 કિલો મીટર લંબાઈના પ્લાન તેમજ નોનપ્લાન ગ્રામ્ય માર્ગોનો પણ સમાવેશ થાય છે, જે માટે રૂ. 1436 કરોડની જોગવાઈ
રાજયમાં કેટલાક પુલો દાયકાઓ જૂના છે. આ પુલો જે તે સમયના વાહનોની ભારવહન ક્ષમતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ. હવે ટ્ર્ક, ટેન્કરો , ડેપરો જેવા ભારે વજન વહનકર્તા વાહનો આવા પુલો પરથી પસાર થતા હોઈ તેવી ભારવહન ક્ષમતા ધરાવતા નવા પુલો બનાવવા જરૂરી છે. આથી ગંભીર અકસ્માત ન થાય તેની સાવચેતીના ભાગરૂપે આવા જૂના પુલોનો સર્વે અને જરૂરી તપાસ કરવાનું આયોજન છે. સર્વે બાદ નબળા કે જર્જરિત જણાયેલ પુલોનું મજબૂતીકરણ કે પુન:બાંઘકામાં કરવામાં આવશે, જે માટે આ વર્ષે રૂ. 80 કરોડની જોગવાઈ
વારંવાર અકસ્માત થતા હોય તેવા રસ્તાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સેફટી ઑડિટ કરાવી, જરૂરિયાત મુજબના તાંત્રિક સુધારા કરવાથી અકસ્માત થતા અટકાવી શકાય, આ કામગીરી માટે પ્રાથમિક તબક્કે રૂ. 26 કરોડની જોગવાઈ
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની કામગીરી પણ શરૂ થનાર છે, જેમાં રાજ્યના ૩૦૦૦ કિલો મીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી રૂ ૧૮૦૦ કરોડની અંદાજિત કિંમતે હાથ ધરવાનું આયોજન છે, જે અંતર્ગત વિવિધ કામો માટે રાજ્યના ફાળા તરીકે પ્રારંભિક રૂ. 100 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 2500 કરોડની જોગવાઈ
- આયોજન બહારના રસ્તાઓના બાંધકામ અને સુધારણા માટે રૂ. 1159 કરોડ
- અન્ય જિલ્લા માર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને ધ્રુ-રૂટને પહોળા કરવાની કામગીરી માટે રૂ. 291 કરોડ
- હયાત કોઝવે, ડીપ, સાંકડા નાળાને સ્થાને ઊંચા પુલોના બાંધકામ માટે રૂ.286 કરોડ
- ખૂટતી કડી તથા ખૂટતા નાળાના બાંધકામ માટે રૂ. 120 કરોડ
- આદિજાતિ વિસ્તારોમાં વન વિસ્તારોમાંથી પસાર થતા માર્ગોના બાંઘકામ અને સુદ્રઢીકરણ માટે રૂ. 91 કરોડ
- મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 1534 કિલોમીટરના 63 રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની કામગીરી રૂ 2963 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે
- 72 રસ્તાના અનુભાગોની 1320 કિલો મીટર લંબાઈને 10 મીટર કે 7 મીટર પહોળા કરવાની કામગીરી રૂ. 1807 કરોડના ખર્ચે પ્રગતિમાં છે
- રૂ. 1206 કરોડની અંદાજિત રકમનાં 41 નવા પુલોની કામગીરી પ્રગતિમાં છે
- વિશ્વ બેન્ક સહાયિત યોજના અંતર્ગત રાજ્ય ધોરીમાર્ગોને પહોળા, મજબૂત તથા નવીનીકરણની કામગીરી રૂ. 1938 કરોડના ખર્ચે પ્રગતિમાં છે
- અમદાવાદ-બગોદરા-રાજકોટના 201 કિલો મીટર રસ્તાને રૂ. 2893 કરોડના ખર્ચે, છ-માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે
- સરખેજ-ગાંધીનગર હાઈવેને રૂ. 867 કરોડના ખર્ચે છ-માર્ગી કરવાની કામગીરી પ્રગતિમાં છે
- ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો રૂ. 352 કરોડ અને થરાદ - ધાનેરા - પાથાવાડા રસ્તો રૂ 464 કરોડના ખર્ચે પેલ્ડ સોલ્ડર સહિત દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે
- એક લાખ ટ્રેન વ્હીકલ યુનિટથી વધુ ટ્રાફિક હોય તેવા રેલવે ક્રોસિંગ ઉપર રેલવે અને રાજ્ય સરકારની ભાગીદારીથી ઓવરબ્રીજ બાંધવાની કામગીરી પ્રગતિમાં છે
- છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના અન્વયે 31 રેલવે ઓવરબ્રીજ રૂ. 774 કરોડના ખર્ચે પૂર્ણ કર્યા છે
- ડીએફસીસી રૂટ સહિત રેલવે ક્રોસિંગ ઉપર 72 ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ છે
- રૂ. 3400 કરોડના ખર્ચે નવીન 68 રેલવે ઓવરબ્રીજ મંજૂર કરવામાં આવેલ છે
- 5 તાલુકા સેવા સદનો, 18 વિશ્રામગૃહો કે અતિથિગૃહો તેમજ અન્ય વિભાગના 245 કામો રૂ. 2534 કરોડના ખર્ચે હાથ ધર્યું છે
- સરકારી કર્મચારીઓને પરિવાર સાથે રહેઠાણ માટે ઉત્તમ સુવિધાયુકત મકાનો ઉપલબ્ધ કરાવવા રૂ. 123 કરોડના ખર્ચે 548 કવાર્ટર્સનું બાંધકામ પૂર્ણ કર્યું છે.
- ચાલુ વર્ષે તેમજ 1456 ક્વાર્ટર્સનું કામ રૂ. 409 કરોડના ખર્ચે પ્રગતિમાં છે.
- ભવિષ્યમાં રૂ. 350 કરોડના ખર્ચે 1345 ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કર્યું છે