ગાંધીનગરઃ પોષણ અભિયાન અંતર્ગત રૂપિયા. 55 કરોડના ખર્ચે 53,029 આંગણવાડીમાં સ્માર્ટ ફોન અને ગ્રોથ મોનિટરીંગ ડિવાઈસ આપવામાં આવ્યા છે. જેના કારણે 11 જેટલાં રજિસ્ટરોના સ્થાને સમગ્ર કામગીરી સ્માર્ટ ફોન વડે ડિજિટલ રીતે કરવામાં આવે છે. આ કામગીરીના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે અંદાજે રૂપિયા. 2 કરોડના ખર્ચે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેને વધુ અસરકારક બનાવવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવશે.
મહિલા અને બાળ વિભાગ માટે કુલ 23150 કરોડની જોગવાઈ
પોષણ અભિયાન અંતર્ગત 100 % સુપોષિત આંગણવાડીની સિદ્ધિ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. આ અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે રૂપિયા. 12,000 અને રૂપિયા.6,000 તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત ફરનાર પ્રત્યેક આશા વર્કર એ એએનએમને રૂપિયા. 12,000નો પુરસ્કાર આપવામાં આવશે. જે માટે રૂપિયા. 8 કરોડ જોગવાઈ
- 181- અભયમ મહિલા હેલ્પ લાઈન અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ બહેનોને મદદ કરવા અને જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓનું કાઉન્સેલીંગ કરવા રૂપિયા 12 કરોડની જોગવાઇ
- 30 લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે કુલા રૂપિયા.342 કરોડની જોગવાઈ
- શહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી 27 લાખ મુજબ 500 આંગણવાડી, બાંધકામ માટે રૂપિયા.35 કરોડ