ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું હતું. નાણા પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે ગુજરાતમાં કાયદો અને શાસન વ્યવ્યસ્થાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગની વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજનાઓ માટે 7503 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગૃહ વિભાગ
ગૃહ વિભાગ માટે કુલ રૂ. 7503 કરોડની જોગવાઈ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા વિવિધ સંવર્ગની 11 હજાર નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેથી યુવાનોને રોજગારીની સાથે સાથે રાજ્ય પોલીસ સેવામાં કામ કરવાની તક મળશે
જરૂરિયાતના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપયોગી થતા હોમગાર્ડઝ જવાનોના હાલના 45,280ના સંખ્યાબળમાં 4,528નો વધારો કરી કુલ સંખ્યાબળ 49,808નું કરવાનું આયોજન છે.
- રાજયની જનતાની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા રૂ. 111 કરોડની જોગવાઈ
- મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સેફ સિટી પ્રોજેકટ અંતર્ગત નિર્ભયા ફંડ માટે રૂ. 63 કરોડની જોગવાઈ
- રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાત - દિવસ ખડે પગે રહેતા પોલીસ કર્મીઓને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા આગામી ત્રણ વર્ષમાં કુલ 13,851 આવાસ બાંધવામાં આવશે. જે માટે રૂ. 288 કરોડની જોગવાઈ
- ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને સુનિશ્ચિત અને કાર્યક્ષમ બનાવવા માટે રૂ. 80 કરોડની જોગવાઈ
- કન્વીકશન રેટ ઈમપ્રુવમેન્ટ પ્રોજેકટ દ્વારા કન્વીકશન રેટ વધારવા માટે રૂ. 23 કરોડની જોગવાઈ
- રાજયના પાટનગર ગાંધીનગરની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નવી પોલીસ કમિશ્નર કચેરીની રચના કરવામાં આવનાર છે