ETV Bharat / state

Gujarat BJP Meeting: લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝીટ ડુલ થાય તેવા આયોજનો કરાશે- વિનોદ ચાવડા - ભાજપ

સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત અને આગામી લોકસભા ચૂંટણી અંગેની ચર્ચા કરાઈ હતી. હવે આવનારા અઠવાડીયોમાં જિલ્લા અને તાલુકા સ્તરે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવશે. કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સુંદર આયોજન કરવામાં આવશે.

સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન

author img

By

Published : Jan 24, 2023, 6:36 PM IST

હવે આવનારા અઠવાડીયોમાં જિલ્લા અને તાલુકા સ્તરે કારોબારી બેઠકનું આયોજન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે 156 બેઠક સાથે મોટી જીત મેળવી છે ત્યારે વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં આયોજન અંતર્ગત દિલ્હીમાં 16 અને 17 જાન્યુઆરીના રોજ ભાજપની રાષ્ટ્રીય કાર્યકાળની બેઠક મળી હતી. તે અંતર્ગત નિયમ પ્રમાણે 15 દિવસની અંદર જ ગુજરાત ભાજપ એ પણ સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

2024માં થશે વિપક્ષના ડિપોઝીટ ડુલ: કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત અને આગામી લોકસભા ચૂંટણી અંગેની ચર્ચા કરાઈ હતી. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ દૂધ કરવા માટેનું સૂચન તમામ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને કર્યું છે.

કારોબારીમાં સરકારનું પ્રેઝન્ટેશન: સુરેન્દ્રનગર ખાતે મળેલ ભાજપ પ્રદેશની કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 2024 ની લોકસભાની ચૂંટણીમાં હજુ પણ લોકો વધુમાં વધુ ભાજપ તરફે આકર્ષાઈ તેને ધ્યાનમાં લઈને કાર્યવાહી બેઠકમાં ત્રણ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યા છે. જે પૈકી આરોગ્ય લક્ષી કામગીરી ત્યારબાદ સહકાર લક્ષી કામગીરી અને સુરક્ષાલક્ષી કામગીરી તથા યોજનાઓ બાબતે ભાજપના પદાધિકારીઓ અને નેતાઓને આ માહિતી આપવામાં આવશે. ત્યારબાદ આ માહિતી બૂથ લેવલ સુધી અને લોકો સમક્ષ સુધી લઈ જવાનું પણ આયોજન કરવામાં આવશે ઉલ્લેખની છે કે વર્તમાન સમયમાં વ્યાજખોરો વિરુદ્ધ છે કાર્યવાહીકૃત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેને પણ કારોબારી બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Executive meeting of the Gujarat BJP: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની કામગીરીનું પ્રેઝન્ટેશન આપ્યું

આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો: લોકસભાના સાંસદ વિનોદ ચાવડાએ કારોબારી બાબતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારોબારી બેઠકની શરૂઆતમાં ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષે 156 બેઠક જીત મેળવ્યા બદલ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગયું પ્રદાન અમિત શાહની મહેનતના કારણે મળી હોવાનું પણ જણાવ્યું હતું જ્યારે વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 26 બેઠકો ભાજપ પ્રાપ્ત કરે અને લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારોની ડિપોઝિટ પણ ગોલ થઈ જાય તે રીતે આયોજન કરવાની સૂચના પણ કારોબારી બેઠકમાં આપવામાં આવી છે.

જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે કારોબારી બેઠક: ભાજપ સાંસદ વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં મળેલ કારોબારી બેઠક બાદ નિયમ અનુસાર 15 દિવસની અંદર જ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક મળી છે ત્યારે હવે આવનારા અઠવાડીયોમાં જિલ્લા અને તાલુકા સ્તરે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવશે અને કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સુદર આયોજન કરવામાં આવશે આ ઉપરાંત જે બુથમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઓછા મત પ્રાપ્ત થયા છે તેવા બુથોને પણ આઇડેન્ટીફાઈડ કરીને તેની સમીક્ષા કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 126 બેઠકો પર ડિપોઝીટ ગુલ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની વાત કરવામાં આવે તો આ બાબતે ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી એ તો માત્ર પાંચ સીટ ઉપર જ જીત મેળવી છે અને 126 બેઠક પર તો ઉમેદવારાને ડિપોઝિટ પણ ભૂલ થઈ છે જ્યારે ગુજરાતના 33 જિલ્લામાંથી 16 જિલ્લામાં કોંગ્રેસને એક પણ સીટ પ્રાપ્ત થઈ નથી અને ભાજપને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે જ્યારે આમ આદમી પાર્ટી ની લોભામણી જાહેરાતો જુઠ્ઠાણો અને લોભામણા વચ્ચેનો છતાં પણ ભાજપને બહુ મોટું સમર્થન પ્રાપ્ત થયું છે જેથી લોકસભાની ચૂંટણીમાં પણ આ રીતનું આયોજન કરીને બુથર લેવલ સુધીનું આયોજન કરીને વિપક્ષની ડિપોઝિટ ભૂલ થાય તે રીતે સૂચના પણ આગામી દિવસોમાં કાર્યકર્તાઓને બુથ લેવલે આપવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat BJP Meeting: 2024માં 450 બેઠકો જીતી સરકાર બનાવીશું: જુગલજી ઠાકોર

ઓછા મત મેડવાનારા બુથ પર વિશેષ આયોજન: કારોબારીની પ્રથમ દિવસે જ જે ધારાસભ્યો ઓછી લીડ થી જીત્યા છે અને જે ધારાસભ્યો ના બુથમાં ઓછા મત પડ્યા છે તેવા બુથ ઉપર પણ મતદારોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં આંકડા પ્રમાણે વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 51,782 બુથ પૈકી 15784 બુથ પર ભાજપને ઓછા ટકાવારીમાં મત પડ્યા હતા ત્યારે આ તમામ 15,784 બુથ પર ભાજપ પર વધુ પ્રચાર પ્રસાર કરીને વધુમાં વધુ મતો ભાજપ તરફી કરે તે રીતનું આયોજન પણ કારોબારી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.