ETV Bharat / state

Semiconductors policy: વડાપ્રધાનનરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર કંપનીનું ઉદઘાટન કરવામાં આવશે - ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ગાંધીનગર ખાતે 23 જુલાઈ સેમી કન્ડકર ક્ષેત્રે વેગ આપવાના ઉદ્દેશ એક એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વભરની નામાંકીત કંપનીઓ ભાગ લેશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

gujarat-became-the-first-state-in-the-country-to-announce-a-semiconductor-policy

author img

By

Published : Jul 23, 2023, 4:33 PM IST

Updated : Jul 23, 2023, 5:54 PM IST

ગાંધીનગર: 23 જુલાઈ સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાનનરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે.

એક્ઝિબિશનનું ઉદઘાટન: 25 જુલાઈ શરૂ થતાં આ એક્ઝીબિશેનને ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશેષ એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ એક્ઝિબિશન પણ 30 જુલાઇ સુધી કાર્યરત રહેશે. એક્ઝિબિશનની મુલાકાતે આવનારા લોકોને સેમીકન્ડક્ટર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક તકનીકો અને નવીનીકરણ અંગે વિસ્તૃત જાણકારી મળશે. એન્જીનિયરીંગ, ડીપ્લોમાં અને અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ માટે એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન વિષે જાણવા મળશે. આ ક્ષેત્રે કારકિર્દી ઉપયોગી વિશેષ જાણકારી મેળવવાની ઉત્તમ તક મળશે.

રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ: ઉદઘાટન કાર્યક્રમમાં ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે. આ એક રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભાગ લેવાથી સેમીકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ, ટેક્નોલોજી પ્રદર્શન અને વેપાર માટેની તકોનો લાભ મળશે. સેમિકોન ઇન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે એક મહત્વની ઇવેન્ટ સાબિત થશે.

વિશ્વભરની કંપની ભાગ લેશે: આ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિશ્વભરના સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકોને લઇને પોતાનો અનુભવ અને મંતવ્યો રજૂ કરશે. આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.

સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય: રાજ્ય સરકારે સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકાર દ્વારા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી હતી.. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ક્ષેત્ર માટે IT/ITes પોલિસી જાહેર કરી છે. જેમાં સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી સાથે ગુજરાત સરકારે 22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે એમઓયુ સાઇન કર્યા હતા.

  1. Gujarat Govt:આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓને કોચિંગ માટે સરકાર કરશે 20,000ની મદદ
  2. Gandhinagar News : તમારું કામ દિલ્હીમાં ચેક થાય છે માણસને ગટરમાં ન ઉતારો, ધારાસભ્યો પદાધિકારીઓને CMની ટકોર

Last Updated : Jul 23, 2023, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.