ગાંધીનગર : છેલ્લા ત્રણ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવે છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન એવા નીતિન પટેલે પણ બજેટની શરૂઆત કરી હતી, ત્યારથી જ ગુજરાત વિધાનસભાને પેપરલેસ વિધાનસભા બનાવવાનું કામકાજ આવ્યું હતું. ક્યારેક ક્યારેક ચોમાસા સત્ર થીમ જ ગુજરાત વિધાનસભા સંપૂર્ણ રીતે પેપરલેસ બની જશે. તેમજ તમામ ધારાસભ્યોને ટેબલેટ આપીને ટેબ્લેટના માધ્યમથી કરવામાં આવશે.
ઈ વિધાનસભા માટે કમિટી બનાઈ : ઈ વિધાનસભા બનાવવા માટે વિધાનસભામાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ બાબતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઈ વિધાનસભા માટે 15 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ધારાસભ્યો માટે ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યારે હવે તમામ કામગીરી ટેબ્લેટના માધ્યમથી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે એક બેઠક પર પૂર્ણ કરવામાં આવી છે જ્યારે આવનારા દિવસોમાં અન્ય બેઠકો પણ મળશે.
કઈ કામગીરી ટેબ્લેટના માધ્યમથી કરવામાં આવશે : વિધાનસભાની કામગીરીની વાત કરવામાં આવે તો, અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં પેપર પર પ્રશ્ન લખીને વિધાનસભામાં આપવામાં આવે છે. ત્યારે હવે ધારાસભ્ય ટેબલેટના માધ્યમથી જ પ્રશ્ન પૂછી શકશે. સાથે જ વિધાનસભામાં કોઈપણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવો હોય તો પણ ધારાસભ્ય ઓનલાઈન જ પત્ર વ્યવહાર કરી શકશે. સાથે જ કોઈપણ ફાઈલને ઓનલાઇન માધ્યમથી ટેબલેટ મારફતે મૂકવામાં આવશે. આમ ધારાસભ્ય પોતાના મત વિસ્તારના પ્રશ્નો ઓનલાઇન મેળવી શકશે, જ્યારે 116ની નોટિસ, અધ્યક્ષ સાથેનો પત્રવ્યવહાર પણ ટેબ્લેટના માધ્યમથી કરવામાં આવશે. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના અધિકારીઓ ધારાસભ્યોને મળશે અને ઈ વિધાનસભા પ્રોજેટક બાબતે તેઓને ટ્રેનિંગ પણ આપશે. ઉપરાંત 28 માર્ચના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ ધારાસભ્યોને NeVA એપ્લિકેશન બાબતે માહિતગાર કર્યા હતા.
2 મહિનામાં કામગીરી પૂર્ણ : સપ્ટેમ્બર માસમાં ચોમાસુ સત્ર મળશે તે પહેલા ગુજરાત વિધાનસભાની તમામ કામગીરી પેપરલેસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ચોમાસુ સત્રમાં ટેબ્લેટના માધ્યમથી ચર્ચા કરવામાં આવશે. આમ ઇ વિધાનસભા માટે ગુજરાતના તમામ ધારાસભ્યોને ટેબલેટ આપવામાં આવશે. જેમાં પ્રશ્નોત્તરી, તમામ અહેવાલ, કામગીરી, ચર્ચાઓની વિગતો ટેબ્લેટમાં જોવા મળશે.
વિધાનસભા અધ્યક્ષે કરી જાહેરાત : ગુજરાત વિધાનસભા ગૃહમાં બે દિવસના સંસદીય કાર્યશાળાના પુણ્યતિ કાર્યક્રમમાં 16 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં ગુજરાત વિધાનસભા સંપૂર્ણ પેપર લેસર વિધાનસભા બનશે અને ગુજરાત વિધાનસભા હવે ઇ વિધાનસભા તરીકે ઓળખાશે. આ માટે તમામ સભ્યના ડેસ્ક પર એક ટેબ્લેટ રાખવામાં આવશે. જેમાં તમામ પ્રકારની વિધાનસભાની માહિતી પ્રશ્નોત્તરી, બિલ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ તેમને ડિજિટલ રૂપે પ્રાપ્ત થશે, જ્યારે આવનારા દિવસમાં ધારાસભ્યોને ટ્રેનિંગની જરૂર પડશે તો ટ્રેનિંગ પણ વિધાનસભા ખાતે આપવામાં આવશે.
અધ્યક્ષ નીમા આચાર્યની જાહેરાત : ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમા આચાર્યએ 23 સપ્ટેમ્બર 2022ના રોજ જાહેરાત કરી હતી કે, અત્યારે ડિજિટલનો સમય આવ્યો છે, 15 મી વિધાનસભા ડિજિટલ વિધાનસભા રહેશે, જ્યારે વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યોને એકપણ પેપર આપવામાં આવશે નહિ અને તમામ ડિજિટલ રીતે મેનેજ કરવામાં આવશે. ઉપરાંત તમામ પ્રશ્નોત્તરી, બિલ, ઓર્ડર ઓફ ધ ડે અને તમામ કાર્યવાહી પેપર લેસ કરવામાં આવશે, જ્યારે તમામ ધારાસભ્યોના બેઠક વ્યવસ્થા પર ટેબલેટ મૂકી દેવામાં આવશે. જેમાં એક સિક્યુર આઈ.ડી. અને પાસવર્ડ ધારાસભ્યોને આપવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા પણ સર્જાશે નહીં.
80 લાખ ટન પેપર બચત થશે : વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમા આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, પેપર લેસ વિધાનસભાની કાર્યવાહી તમામ પેપરલેસ થઈ જશે. જેમાં 80 લાખ ટન પેપ ની બચત કરવામાં આવશે, આમ તમામ ધારાસભ્યોને તમામ માહિતી અન્ય વિભાગની માહિતી પણ ફક્ત એક ક્લિકમાં જોવા મળશે. આમ 14મી વિધાનસભા આ પેપર લેસ બજેટ રજૂ થતા 14 લાખ ટન પેપરની બચત થઈ હતી.