ETV Bharat / state

Increase in suicide cases in Gujarat : મહેસાણામાં યુવાનો આત્મહત્યા કેમ કરી રહ્યાં છે, સરકારે ગૃહમાં આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન આત્મહત્યા વિશેના એક પ્રશ્નમાં સમાજચિંતકોએ ચિંતન કરવું પડે તેવી માહિતી બહાર આવી છે. મહેસાણામાં 01 ઓગસ્ટ 2023 થી 15 ઓગસ્ટ 2023 આમ કુલ 15 દિવસમાં 8 યુવાઓની આત્મહત્યાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. સાથે કારણો પણ જણાવાયાં છે.

Gujarat Assembly Question Hour : મહેસાણામાં યુવાનો આત્મહત્યા કેમ કરી રહ્યાં છે સરકારે ગૃહ આપ્યો જવાબ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 7:43 PM IST

ગાંધીનગર : રાજ્યમાં વર્તમાન સમયમાં આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. આત્મહત્યા નિવારણ માટે ગાંધીનગરની જીવન આસ્થાના અધિકારી પ્રવીણ લાવેરાએ ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં યુવાનો પ્રેમ સંબંધ આર્થિક બાબતો અને પરિવારસંબંધી કારણ આત્મહત્યા માટેનું આપ્યું હતું. ત્યારે આજે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં મહેસાણા જિલ્લામાં ફક્ત ઓગસ્ટના 15 દિવસમાં 8 યુવાઓએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો પ્રશ્ન : ગુજરાત વિધાનસભામાં પ્રથમ કલાકમાં યોજાયેલ પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ 01 ઓગસ્ટ 2023 થી 15 ઓગસ્ટ 2023 આમ કુલ 15 દિવસમાં કેટલા આત્મહત્યાના કિસ્સાઓ બનાવ બન્યા છે તે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે જવાબ આપ્યું હતો કે મહેસાણામાં કુલ 15 દિવસમાં 8 જેટલા યુવાનોએ આત્મહત્યા કર્યો હતો. આત્મહત્યાના કારણોની વાત કરવામાં આવે તો આ યુવાનોએ આત્મહત્યા કર્યા પાછળના કારણમાં પ્રેમસંબંધ, અભ્યાસનું ટેન્શન અને સગાઇ જેવા અંગત કારણોસર આત્મહત્યા કર્યો હોવાની માહિતી સામે આવી છે.

મહેસાણા જિલ્લામાં આત્મહત્યાના બનાવો : રાજ્ય સરકારે જાહેર કરેલી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં કડીમાં 4, વિસનગરમાં 2, ઉંઝામાં 1, મહેસાણામાં 1 વ્યક્તિએ પ્રેમ અને અભ્યાસના ભારણના કારણે આપધાત કર્યો હતો. આ માત્ર મહેસાણા જિલ્લાની માહિતી છે, પરંતુ રાજ્યમાં તમામ વ્યક્તિઓને લાગુ પડે છે. સરકાર માટે પણ આત્મહત્યાના કિસ્સાઓ ચિંતા ઉપજાવે તેવા છે.

આત્મહત્યા રોકવા સરકારે શું કામગીરી કરી : આ બાબતે માહિતી જાહેર કરતાં સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સંસ્થાના મારફતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ વિવિધ સસ્થાઓ અને સોશ્યલ મીડિયા જેવા અલગ અલગ માધ્યમથી પ્રેરણાત્મક પોસ્ટ મારફતે જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે. શાળાકોલેજમાં જાગૃતિ કાર્યક્રમો ઉપરાંત લોક દરબાર તથા વિલેજ વિઝિટેશન દરમ્યાન માતાપિતા પણ આ બાબતે પોતાના બાળકો ઉપર બિનજરુરી દબાણ ઉભું ન કરે તેવી સમજણ આપવામાં આવે છે.

  1. Youth Died by Suicide : સાસુના અતિ કઠોર શબ્દો સાંભળી શિક્ષક યુવકે જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર ઘટના
  2. Suicide Case: રામાયણ સીરીયલમાં જામવંતનું પાત્ર ભજવનાર એક્ટરના પુત્રએ કરી આત્મહત્યા
  3. છેલ્લા પાંચ વર્ષમાં 56,014 મેડિકલ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી- આરોગ્ય મંત્રાલય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.