ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી રાજ્યના પૂર્વ ડીજીપી ડી.જી.વણઝારાએ (Vanzara communiti) પ્રજા વિજય પક્ષની અમદાવાદમાં જાહેરાત કરી હતી. વણઝારા સમાજે રાજકીય પક્ષ તૈયાર કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેમાં આજે વણઝારા સમાજના આગેવાનો સ્પષ્ટતા કરી હતી કે અમે છેલ્લા અનેક વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે.
શક્તિ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વણજારા સમાજ દ્વારા ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતા. ગાંધીનગરના રાયસણ ખાતેની સેન્સ પ્રક્રિયામાં વણજારા સમાજ દ્વારા દક્ષિણ ગાંધીનગર બેઠકની માંગ કરવામાં આવી છે. જ્યારે વણઝારા સમાજના આગેવાન નરેશ વણઝારાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા અનેક વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છીએ અને અમારી માંગ છે કે અમારા વણઝારા સમાજના (Vanzara communiti) પ્રમુખ ગોવિંદ વણઝારાને ગુજરાત વિધાનસભાની ટિકિટ આપવી જોઈએ. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં વણઝારા સમાજને યોગ્ય સ્થાન મળે તે માટે પણ અમે રજૂઆત કરી છે. પરંતુ અમે ડીજી વણઝારા સાથેના પક્ષમાં નથી, તેઓએ જે પક્ષની રચના કરી છે તેને અમારા સમાજ સાથે કોઈ લેવાદેવા નથી.
સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધી નરેશ વણઝારા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં રુપિયા 23 લાખ જેટલી વસ્તી વણઝારા સમાજની છે, જ્યારે ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં વણઝારા સમાજના પરિવારજનો વસવાટ કરી રહ્યા છે. અને દેશ આઝાદ થયો ત્યારથી સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધી વણઝારા સમાજને કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવી રહી છે દરેક સમાજના લોકો ચૂંટણીના મેદાનમાં આવી રહ્યા છે. તો આજે વણઝારા સમાજે રાજકીય પક્ષ તૈયાર કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેમાં આજે વણઝારા સમાજના (Vanzara communiti) આગેવાનો સ્પષ્ટતા કરી હતી કે અમે છેલ્લા અનેક વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપ સાથે છે.