ETV Bharat / state

ઉમેદવાર વધી જતાં મોરબીમાં 2 અને લિંબાયતમાં 3 બેલેટ યુનિટનો ઉપયોગ થશે - Static surveillance teams

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) યોજાઈ રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ પ્રથમ તબક્કામાં મોરબી અને લિંબાયત વિસ્તારમાંથી ઉમેદવારો (candidates from Morbi and Limbayat areas) પ્રમાણે કેટલા બેલેટ યુનિટ વપરાશે તેના બાબતે માહિતી આપી હતી. આ સાથે દિવ્યાંગ મતદારો, પ્રત્યેક જિલ્લામાં ઓબ્ઝર્વરની નિમણૂક, નિયંત્રણ સ્કવૉર્ડની રચના વગેરે જેવી મહત્વની બાબત વિશે મીહિતી આપી હતી.

ઉમેદવાર વધી જતાં મોરબીમાં 2 અને લિંબાયતમાં 3 બેલેટ યુનિટનો ઉપયોગ થશે

author img

By

Published : Nov 18, 2022, 10:51 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ ચરણમાં 89 બેઠક માટે આગામી 01 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તારીખ (Last date for withdrawal of candidature) 17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી(Chief Electoral Officer) પી.ભારતીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 65 મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163 લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે.

મોરબીમાં બે અને લિંબાયતમાં ત્રણ બેલેટ યુનિટ પી. ભારતીએ વધુ ઉમેદવાર બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે, 65 મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે. જ્યારે સુરતના 163 લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ભારતના ચૂંટણી પંચના નિયમ (Rules of Election Commission of India) મુજબ 16 ઉમેદવાર હોય તો (15 ઉમેદવાર+NOTA) 01 બેલેટ યુનિટ જ્યારે 16થી 31 ઉમેદવારો સુધી 02 બેલેટ યુનિટ તેમજ 32થી 47 ઉમેદવારો સુધી 03 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે.

દિવ્યાંગ મતદારો માટે વિશેષ સુવિધા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. પી.ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ મતદારોને મતદાન મથક (Polling station for Divyaang voters) ઉપર વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમને આવવા જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા (Free vehicle facility) અને પોસ્ટલ બેલેટની સુવિધાઓ (Features of Postal Ballot) ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે દ્રષ્ટિહિન મતદારોને એક સાથીદારને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, દરેક જિલ્લા મથકે સહાયતા માટે બ્રેઈલ લીપી (Braille lipi facility) જાણતાં તજજ્ઞોની સેવાઓ લેવામાં આવશે.

મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતદાન મથકો પર અને મત ગણતરી સમયે મત ગણતરી કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભારતના ચૂંટણી પંચે આપેલા નિર્દેશ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન-મોબાઇલ ફોન, કૉડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં. ભારતના ઇલેક્શન કમિશનના આદેશોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

પ્રત્યેક જિલ્લામાં ઓબ્ઝર્વરની નિમણૂક પી.ભારતીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક જિલ્લા માટે સુલભ નિરીક્ષકોની નિમણૂક (Appointment of accessible inspectors) કરવામાં આવી છે. જે મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરશે. આ તમામ કામગીરીના સંકલન અને દેખરેખ માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા નિયામક, સમાજ સુરક્ષાને રાજ્ય કક્ષાના નોડલ અધિકારી જાહેર કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ પણ દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે, સ્થળાંતર કરતા શ્રમિકો માટે મતદાનના દિવસે સુવિધા મળી રહે તે હેતુથી નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક કરવામાં આવી હતી તે લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રચાર પ્રસાર માટે વાહન પરવાનગી ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પી.ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના 190 LED વાહનો, 09 ટેબ્લો, 04 પદાધિકારીઓ અને 40 સ્ટાર કેમ્પેઇનરોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 111 LED વાહનો, 11 ટેબ્લો અને ડી.જે. પ્રકારના 05 વાહનોને પરવાનગી આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. આમ, એકંદરે 390 વાહનોને કેન્દ્રીયકૃત ધોરણે પરવાનગી આપવામાં આવી છે.

ખર્ચ દેખરેખ નિયંત્રણ સ્કવૉર્ડની રચના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કવૉર્ડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો (Static surveillance teams) કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂપિયા 17713.55 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે. જેમાં રૂપિયા 2241.75 લાખની રોકડ, 2.48 લાખ લિટરથી વધુ રૂપિયા 894.72 લાખની કિંમતનો દારૂ, 818.19 કિલો જેટલું રૂપિયા 6156.09 લાખનું ડ્રગ્સ અને રૂપિયા 806.45 લાખની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂપિયા 7614.54 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટર કાર, મોટર સાયકલ, મોબાઈલ ફોન, તમાકુ તથા પાન મસાલાનો સમાવેશ થાય છે.

c-VIGIL મોબાઈલ એપ્લિકેશનમાં અનેક ફરિયાદો પી. ભારતીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 1,326 ફરિયાદો મળી છે, તે પૈકી 1,322 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે બનાવવામાં આવેલા નેશનલ ગ્રીવન્સીસ રીડ્રેસલ સિસ્ટમ પોર્ટલ (National Grievances Redressal System Portal) અત્યાર સુધીમાં 2,575 ફરિયાદો મળી છે. તે પૈકી 2,357 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમના ફોન નંબર મારફતે અત્યાર સુધીમાં 115 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

મીડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર દેખરેખ આ કચેરીમાં મીડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો પરથી 52 ફરિયાદો મળી છે. જે પૈકી 47 ફરિયાદનો નિકાલ થયો છે. આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ મેઈલ દ્વારા અત્યાર સુધીમાં 416 ફરિયાદો મળી છે. તે પૈકી 387 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એમ વિવિધ પ્રકારની કુલ 4,557 ફરિયાદો મળી છે. જેમાંથી 4,291 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકી રહેલી 266 ફરિયાદોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.