ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને રાહુલ ગાંધીને સપોર્ટને લઈને વિરોધ બદલ બજેટ 17 દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બે દિવસથી વિધાનસભાના પગથિયા પર વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે પણ ફરીથી કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા યુવાઓને રોજગારી, આદિવાસી સમાજને પૂરતું બજેટ, ઝવેરી પંચનો રિપોર્ટ ક્યારે આવશે, મહિલા પર અત્યાચાર બાબતે અને ગુજરાતમાં ખુલ્લામાં ડ્રગ્સ અને દારૂ કેમ વેચાય છે. તેવા પ્રશ્નો કરીને રાજ્યના મુખ્યપ્રધાન જ જવાબ આપે તેવી માંગ કરવામાં આવી હતી.
આદિવાસી સમાજને પૂરતું બજેટ આપવામાં આવે : કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજ, ઓબીસી સમાજને પૂજા પ્રમાણમાં બજેટ ફાળવતા નથી, ત્યારે આદિવાસી સમાજને બજેટ ફાળવવામાં આવે. આ ઉપરાંત ગુજરાતમાં જે રીતે દુષણ વધી રહ્યું છે ત્યારે તેને રોકવા માટે રાજ્ય સરકારે કેવા પગલાં લઈ રહી છે. તે તમામ બાબતનો રાજ્ય સરકાર જવાબ આપે અને આ જવાબ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ આપે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Gujarat Assembly: રાહુલ ગાંધીના મામલાને લઈ કોંગ્રેસના MLAs કાળા કપડામાં ગૃહમાં આવ્યા, તમામ સસ્પેન્ડ
ઝવેરી પંચનો રિપોર્ટ ક્યારે ? : રાજ્ય સરકારે ઓબીસીને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ઝવેરી પંચની રચના કરી છે, પરંતુ તેનો રિપોર્ટ હજુ સુધી સરકારમાં જમા થવાની નથી, ત્યારે કોંગ્રેસે ઝવેરી પંચનો રિપોર્ટ ક્યારે જમા થશે અને ક્યારેક બાકી રહેલી ચૂંટણી થશે. તે બાબતના પણ પ્રશ્ન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પંચનો રિપોર્ટ ન આવતા 7000 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી હજુ પણ થઈ શકી નથી. રાજ્ય સરકારે કોઈ મતદારોને નિમણૂક કરી છે, ત્યારે રિપોર્ટ રજૂ થાય તે બાબતનો પ્રશ્ન પણ કોંગ્રેસના સભ્યોએ કર્યા હતાં.
ગૃહમાં કોઈ ચર્ચા થાય નહીં એટલે સસ્પેન્ડ : કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, વિધાનસભા ગ્રુપમાં મહિલાઓ પર થતા અત્યાચાર રોજગારી, આદિવાસીના બજેટ ઝવેરી પંચનો રિપોર્ટ અને તમામ સંવેદનશીલ બાબતો પર ચર્ચાના થઈ શકે એટલે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્ય સરકાર સો દિવસની ઉજવણી કરી રહી છે, ત્યારે સરકાર પહેલા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવે અને ત્યારબાદ ઉજવણી કરે અને પ્રજાના પૈસા વેડફે તેઓ આક્ષેપ પણ સરકાર પર કર્યો હતો.