ETV Bharat / state

Gujarat Assembly : સરકારે વીજળી ખરીદ્યા વગર કુલ 24,514 કરોડની ચૂકવણી કરી દીધી - ગુજરાત સરકાર વીજળીની ખરીદી

રાજ્ય સરકારની માંગ પ્રમાણે કેન્દ્ર સરકાર કોલસાની ફાળવણી કરતું નથી. છેલ્લા 2 વર્ષમાં ફક્ત 2.78 કરોડ મેટ્રિક ટન જ કોલસાની ફાળવણી કરી છે. વીજ ખરીદી નહીં પણ સરકારે 24,514 કરોડ ચુકવણી કરી દીધા હોવાની વાતુ ગૃહમાંથી જાણવા મળ્યુંં છે.

Gujarat Assembly : સરકારે વીજળી ખરીદ્યા વગર કુલ 24,514 કરોડની ચૂકવણી કરી દીધી

author img

By

Published : Mar 28, 2023, 3:09 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકારને વીજ ઉત્પાદન કરવા માટે કોલસા અને ગેસ જથ્થાની જરૂર હોય છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં કોલસા અને ગેસની માંગણીઓ કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારને પૂરતા પ્રમાણમાં કોલસાનો જથ્થો આપવામાં ન આવતો હોવાનું ગૃહની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં કેન્દ્ર સરકારે ફક્ત 2.78 કરોડ મેટ્રિક ટન કોલસાની ફાળવણી કરવામાં આવી છે.

રાજ્ય સરકારે કેટલા કોલસાની કરી માંગ : ગુજરાતી વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વીજ મથકોમાં કોલસા અને ગેસના જથ્થાની જરૂરિયાત બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ બે વર્ષમાં રાજ્ય સરકાર સંચાલિત વીજ ઉત્પાદન કંપની GSELC દ્વારા સંચાલિત કોલસા અને ગેસ આધારિત વિથ મથકો માટે વર્ષ 2021માં 2,15,16,078 મેટ્રિક ટન અને વર્ષ 2022માં 2,13,99,428 મેટ્રિક ટનની જરૂરિયાત ઉભી થઇ હતી.

ગેસનો સપ્લાય આપવામાં આવ્યો નથી : આટલી જ માંગ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વર્ષ 2021માં 1,31,67,156 મેટ્રિક ટન અને વર્ષ 2022માં 1,47,17,713 મેટ્રિક ટન કોલસાની ફાળવણી કરવામાં આવી હોવાનું ગૃહમાં સામે આવ્યું છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં સરકારે 1.06 MMSCMD ગેસની માંગ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારે વર્ષ 2021માં ફક્ત 0.03 MMSCMD ગેસ આપવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2022માં ગેસનો સપ્લાય જ આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Coal Theft in Bhavnagar : ભેળસેળ કોલસાનો થયો પર્દાફાશ, કેવી રીતે પોલીસે પકડી ગેંગને જૂઓ

સરકારે વીજ ખરીદી નહિ પણ કરોડની ચુકવણી કરી : ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વીજળી ખરીદી કર્યા વગર ફિક્સ પેટે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં એટલે કે, 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ કેટલી રકમ ચૂકવવામાં આવી તેવો પ્રશ્ન કર્યો હતો. ત્યારે રાજ્ય સરકાર લેખિતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે વીજળી ખરીદ્યા વગર કુલ 24,514 કરોડની વીજ બાબતે ફિક્સ કોસ્ટની રકમ ચુકવવામાં આવી છે. જ્યારે ચૂકવેલ રકમ પૈકી વર્ષ 2020માં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડને તેના ગેસ આધારિત માટે 486 કરોડની રકમ ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચો : Coal Fraud in Maliya : ખોટા ગેટપાસનો ઉપયોગ કરી લાખોનો કોલસો ભર્યાની પોલીસ ફરીયાદ

નિર્માણધીન સોલાર વિન્ડ પાર્ક : રાજ્યના ઉર્જાપ્રધાન કનુ દેસાઈએ ગૃહમાં જાહેરાત કરી હતી કે, સૌ પ્રથમવાર સોલાર-વિન્ડ હાઇબ્રીડ પોલીસી બનાવી છે. વિશ્વના સૌથી મોટા 30 હાજર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે નિર્માણધીન સોલાર વિન્ડ પાર્કની 100 ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે. ખાવડા ખાતે નિર્માણાધીન આ પાર્કમાં 50 ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-2024 સુધીમાં તેમજ 100 ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-2026માં પૂર્ણ કરાશે. આ માટે 25,000 મેગાવોટની ફાળવણી વિવિધ ડેવલપરોને કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં પાટણ જિલ્લાના ચારણકા, રાધાનેસડા અને ધોલેરા સોલાર પાર્ક થકી 4304.68 મીલીયન યુનિટ વીજ ઉત્પાદન કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.