ETV Bharat / state

Budget Session: બેડી પોર્ટ રેલ પ્રોજેક્ટને CAGની ક્લીન ચીટ, 150 કરોડના ખર્ચે નવા પ્રોજેકટની જાહેરાત - બેડી પોર્ટ રેલ પ્રોજેક્ટને CAGની ક્લીન ચીટ

ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારની કંપની દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટ બાબતે રિપોર્ટ રજૂ થયા હતા. બેડી પોર્ટ રેલ પ્રોજેક્ટને CAG દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે. વાર્ષિક અહેવાલમાં વધુ 150 કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Bedi port of Jamnagar
Bedi port of Jamnagar
author img

By

Published : Mar 2, 2023, 7:29 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે જી રાઈડ બેડી પોર્ટ રેલ લિમિટેડ અને બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડનો વર્ષ 2021-22નો વાર્ષિક એહવાલ રજુ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિક અહેવાલમાં સરકારની કંપની દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટ બાબતે રિપોર્ટ રજૂ થયા હતા. ગુજરાત સરકારની આ બે કંપનીના હિસાબો અને પ્રોજેકટ ક્ષતિગ્રસ્ત ન હોવાના કારણે પ્રથમ વખત કોઈ પ્રકારની ટિપ્પણી નહીં કરીને ક્લીન ચિટ આપવામાં આવી છે.

CAG દ્વારા ક્લીન ચિટ: જી રાઈડ બેડી પોર્ટ લિમિટેડના વાર્ષિક અહેવાલ પર કૅગ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં કંપની દ્વારા નિયમ પ્રમાણે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કંપનીના સ્ટેચ્યુટરી ઓડિટર રિપોર્ટમાં દર્શાવેલ હોય તે જ પ્રમાણે કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં પણ આ રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જેથી સ્ટેચ્યુઅરી ઓડિટરના અહેવાલમાં લેવામાં આવેલ રિઝર્વેશનોને ધ્યાને લેતા સપ્લીમેન્ટ્રી ઓડિટમાં કલમ 143 બી મુજબ કોઈ પણ ટિપ્પણી કરવાની રહેતી ન હોવાનું લેખિતમાં CAG દ્વારા જણાવ્યું હતું. જ્યારે વાર્ષિક અહેવાલમાં બેડી પોર્ટ રેલને 74,33,479ની ખોટ થયેલ છે.

પ્રોજેકટનો હેતુ લાસ્ટ માઈલ રેલ કનેક્ટિવિટી: જી રાઈડ બેડી પોર્ટ પ્રોજેકટને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ સાથે પ્રોજેક્ટ સ્પેસિફિક તરીકે ઇનકોર્પોરેટ કરવામાં આવ્યું હતું અને જૂના બી ડી વોટ પ્રોજેક્ટને લાસ્ટમાં રેલ કનેક્ટિવિટી આપવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડેવલોપમેન્ટ કોર્પોરેશન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વેસ્ટર્ન રેલવે વચ્ચે પણ કરાર થયા હતા. લોજીસ્ટિક કિંમતો ઘટાડવા માટે અમલમાં મૂકવામાં આવેલ જોડાણની કામગીરી એપીસી બોર્ડમાં કરવામાં આવી હતી. જે 70 કરોડના ખર્ચે 2.57 કિલોમીટર હતો. જે ફક્ત 10 મહિનાની અંદર જ પૂર્ણ કરીને તેને કાર્યરત કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના વિન્ડો સ્ટેશનથી જુના બેડી પોર્ટ પ્રોજેક્ટ સુધી કનેક્ટિવિટી પૂરું પાડશે. જ્યારે 14 જુલાઈ 2022ના રોજ બેડી પોર્ટથી વિન્ડમિલ સ્ટેશન સુધી કોલસાની રેક પણ મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો: Budget Session: વિકાસની વાત કરતી ભાજપના રાજમાં આજે પણ 50,000 યુવાનો બેરોજગાર, સૌથી વધુ અમદાવાદમાં

150 કરોડના ખર્ચે નવો પ્રોજેકટ: ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવામાં આવેલ વાર્ષિક અહેવાલમાં વધુ 150 કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિન્ડ મિલ સ્ટેશનથી સ્ટેકીંગ યાર્ડ સુધી 1.6 કિલોમીટરનો રેલ રસ્તો તૈયાર કરવામાં આવશે. 37,500 ચોરસ મીટરમાં કન્ટેનર/બ્રેક બલ્ક સ્ટેકિંગ યાર્ડ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત કોલસા અને અશુદ્ધ માલ સમાનના સ્ટેકીંગ માટે પોર્ટ વિસ્તારનો 44,000 ચોરસ મીટરનો વિકાસ કરવામાં આવશે. જેથી બલ્ક, અશુદ્ધ, બ્રેક બલ્ક અને કન્ટેનર કાર્ગોને ફાયદો થશે. આ પ્રોજેકટ પૂર્ણ થવાથી કોલસાના સ્ટેકીંગની સુવિધા થી કોલસાના ટ્રાફિકમાં પ્રતિ વર્ષ 1 મિલિયન ટન થી 2-3 મિલિયન ટનનો વધારો થશે, આ વિસ્તાર ભવિષ્યમાં સ્પોક મોડલ તરીકે કામ થશે ઉપરાંત બેડી પોર્ટનો ક્ષમતા વધારો એક સેટેલાઇટ પોર્ટ તરીકે કામગીરી કરશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ કંડલા અને મુદ્રા પોર્ટે જેમ બેડી રિપોર્ટ પણ વધુ કાર્યક્ષમતા સાથે કાર્યરત થશે.

બેડી પોર્ટ થશે જીવંત: ગુજરાતના દરિયા કિનારે અત્યારે હાલમાં કંડલા અને મુદ્રા પોર્ટ ઉપર ભારે ટ્રાફિક છે ત્યારે ટ્રાફિકને ધ્યાનમાં લેતા અને સરકારમાં અનેક રજૂઆત આવવાના કારણે સરકાર દ્વારા જામનગરનું બેડિ પોર્ટ ને ફરીથી જીવંત કરવાનો કામગીરી હાથ ધરી છે જ્યારે એક પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને બીજો અત્યારે 150 કરોડના ખર્ચે હાથ ઉપર લેવાયો છે ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થતા કંડલા અને મુદ્રા પોર્ટ પરનો ટ્રાફિક પણ ડાયવર્ટ થશે અને બે ડી પોટ માં આવકનો સ્ત્રોત પણ વધશે જેથી ગુજરાતની આયાત નિકાસ ની કેપેસિટી પણ વધશે.

આ પણ વાંચો: Surat VNSGU News : આ યુનિવર્સિટીની લેબ ટેક્નિશિયનની ડિગ્રી સરકારી ખાતામાં અમાન્ય, 1000 વિદ્યાર્થીઓને અન્યાય

સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનને ફાયદો: ગુજરાતમાં મારુતિ સુઝુકી દ્વારા બેચરાજીમાં પ્રોડક્શન યુનિટની સ્થાપના કરવામાં આવી છે. એ ઉપરાંત માંડલ બેચરજીમાં અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલ કજે જેથી ઉતાડન થયેલ માલનું ઝડપી પરિવહન થઈ શકે તે માટે ખાસ બેચરાજી રેલ પ્રોજેકટ ઇન્ડિયન રેલવે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 2 તબક્કા માટેનું ઇપીસી ધોરણે કામ શરૂ થયું છે. આ પ્રોજેકટ હેઠળ 26 કિલોમીટરની રેલવે લાઇન સ્થાપવામાં આવશે. જેમાં જમીન સંપાદનમાં રેલવે અને રાજ્ય સરકાર દ્વારા સંકલન પણ કરીને જમીન સંપાદનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેકટ મારફતે બેચરાજી, રણુજા, ચાણસ્માની મીટર ગેજ રેલ લાઈનને બ્રોડ ગેજ કરવામાં આવશે. જેથી ઉત્પાદન થયેલ માલને ઝડપી પરિવહન કરી શકાશે. ઉપરાંત માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનને ફાયદો થશે. આ પ્રોજેકટ જાપાનીઝ બિઝનેશ પાર્કને ફાયદો કરાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.