ETV Bharat / state

Gujarat Assembly 2022: રેતી બાદ વીજળી પૂરતી આપવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ - અમરેલી વીજળી આપવા માગ

ગુજરાત વિધાનસભાની(Gujarat Assembly 2022)શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા વિરોધ (Congress Protest)કરવમાં આવ્યો હતો. ધારાસભ્યોએ અમરેલી જિલ્લામાં ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળવાના મુદ્દે વિધાનસભા ગૃહ બહાર વિરોધ કર્યો હતો.

Gujarat Assembly 2022: રેતી બાદ વીજળી પૂરતી આપવાની માંગ સાથે કોંગ્રેસના ધરાસભ્યોનો વિરોધ

author img

By

Published : Mar 14, 2022, 4:08 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની શરૂઆત થાય તે પહેલા(Gujarat Assembly 2022) જ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો વિરજી ઠુમ્મર, પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરે ખેડૂતોના મુદ્દે વિધાનસભાની (Congress Protest)સીડીઓ ઉપર વિરોધ કર્યો હતો. અમરેલી જિલ્લાના ખેડૂતોને સમયસર પૂરતી વીજળી( Demand for Amreli electricity)નહીં મળવાના કારણે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહ શરૂ થાય તે પહેલા જ વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના ધરાસભ્યોનો વિરોધ

પૂરતો વીજળી સપ્લાય આપો - અમરીશ ડેરએ ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં વાવાઝોડા બાદ ખેડૂતોને પૂરતો વીજળીનો સ્ટોક મળી રહ્યો નથી. ઊભા થયેલા પાકને પાણી આપવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વિધાનસભામાં રજા હતી. ત્યારે અનેક ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ફરિયાદ પણ કરાઇ હતી તેમ છતાં પણ કોઈપણ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા તસદી લેવામાં આવી નથી. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થાય તેવી સ્થિતિ પણ સેવી રહ્યા છે ત્યારે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર પણ વિરોધ કરવાની શરૂઆત કોંગ્રેસના ધારાસભ્યોએ કરી છે.

આ પણ વાંચોઃ Congress women protest: વિશ્વ મહિલા દિવસે મહિલાઓની અટકાયત

જેટકો અને વીજ કંપની વચ્ચે કોઈ તાલમેલ નહીં - વિરોધ બાબતે કોંગ્રેસના પ્રતાપ દુધાત ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને પૂરતી વીજળીનો સપ્લાય હજી સુધી પ્રાપ્ત થઈ રહ્યો નથી ત્યારે આવતા વાવાઝોડામાં રાજ્ય સરકારની પડખે વિપક્ષ ઊભું હતું અને તમામ મદદ કરી હતી ઘરના પૈસા વાપરી ને જનરેટર આપ્યા હતા. પરંતુ તેમ છતાં હજી સુધી રાજ્ય સરકાર દ્વારા સુવિધા સંપૂર્ણ કરવામાં આવી નથી જ્યારે જેટકો અને અમરેલી જિલ્લાની વીજ કંપની વચ્ચે કોઈ પણ સમય ન હોવાનું આક્ષેપ પણ પ્રતાપ દુધાતે કર્યો હતો.

ઉભા પાકને નુકશાનની ભીતિ - વધુમાં જણાવ્યું હતું કે અત્યારે અમરેલી જિલ્લામાં રવિ પાક ઉભા થઇ ગયા છે અને ઉભા પાકને પાણી આપવું ખૂબ જ જરૂરી છે ત્યારે જે ઊભા પાક છે તે પાણીના પીયતના અભાવે બળી જવાની શક્યતાઓ પણ છે. અત્યારે જો પૂરતી વીજળીનો સ્ટોક આપવામાં આવે તો ખેડૂતો સમયસર મુજબ ઉભા પાકને પીયત કરી શકે છે. જ્યારે વીજળીના ઓવરલોડના કારણો આપીને ખેડૂતોને પૂરતી પ્રમાણમાં વીજળી આપવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ પણ ગુજરાત વિધાનસભાની સીડી પાસે કોંગ્રેસના અમરેલીના લાઠી વિધાનસભાના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કર્યા હતા. આ પ્રશ્ન વિધાનસભા ગૃહમાં પણ ઉપસ્થિત કરવામાં આવશે, જ્યારે ગત અઠવાડિયા કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને માટી નહીં મળી રહ્યાં હોવાના આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચોઃ Congress Protest : સરકારને વારંવાર રજૂઆત છતાં અમરેલીમાં ખેડૂતોને માટી ન અપાતાં કોંગ્રેસનો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.