ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022)તળાજાના કોંગ્રેસ ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું હતું કે, સરકાર સ્વચ્છ ભારતની (Swachh Bharat Mission)મોટી જાહેરાતો કરે છે. પણ બનાવવા 12 હજાર રૂપિયા જ આપે છે. જ્યારે શૌચાલય બનાવવા 20-25 હજાર રૂપિયા થાય.
શૌચાલય સહાયમાંથી કટકી - શૌચાલયની 12 હજારની સહાયમાંથી( Clean campaign)પણ કટકી થઇને લાભાર્થીના હાથમાં 8 હજાર જ આવે છે. મારા મતવિસ્તાર તળાજામાં બનેલા આ શૌચાલયો બિનઉપયોગી સાબિત થયા છે. સરકારે વધારે પૈસા આપીને યોગ્ય શૌચાલય બનાવવા જોઈએ. ખોટી વાહવાહી સરકાર ન કરે.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : ભાજપના સભ્યો દારૂ અને દેહવિક્રયનો ધંધો ચલાવે છે : ગેની ઠાકોર
કનુભાઈએ પુરાવા આપ્યા - સરકારે પોતાની વાહવાહી મેળવવા માટે સખીમંડળ અને કોન્ટ્રાક્ટરોનો સંઘ બનાવ્યો એમાં કેટલાય લોકોએ પોતાના ઘર ભર્યા તેવો પણ આક્ષેપ કર્યો હતો. પોતાના વિસ્તારમાં કેવા શૌચાલય છે તે અંગેના ફોટોગ્રાફ પણ મીડીયા સમક્ષ રજૂ કર્યા હતા.