ગુજરાતની ગૌરવસિદ્ધિઓ
- MSME સેકટરને વિશેષ પ્રોત્સાહન
- સરળીકરણયુકત ઓનલાઇન એપ્રુવલ-ત્વરાએ લોન સહાય
- રોજગારી આપવામાં અગ્રેસર ગુજરાત
- દર મહિને ૧૬ હજાર MSME ગુજરાતમાં નોંધાય છે
- દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં
- ગુજરાત હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું રોલ મોડેલ બન્યું
- ગુજરાતમાં અગાઉના વર્ષ કરતા ચાર ગણું – રૂ. ૫૦ હજાર કરોડનું FDI આ વર્ષે આવવાનો અંદાજ
ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે સમગ્ર દેશમાં સૌથી વધુ ૫૧ ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ગૌરવસિદ્ધિ હાંસલ કરી છે.
ભારતમાં ફાઇલ થયેલા IEM દ્વારા રૂ. ૬ લાખ ૭૮ હજાર ૮૫૨ કરોડના મૂડીરોકાણોમાંથી એકલા ગુજરાતમાં જ રૂ. ૩ લાખ ૪૩ હજાર ૮૩૪ કરોડના મૂડીરોકાણો ઊદ્યોગો સ્થાપવા માટે થયા છે. એટલે કે દેશના કુલ IEMના અડધા ઉપરાંત ગુજરાતમાં થયા છે.
દેશમાં બીજા ક્રમે આ ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે. તેમણે ૧ લાખ ૧પ હજાર ર૭૭ કરોડના IEM મેળવ્યા છે. દેશના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રોમાં સમગ્ર દેશના અડધા ઉપરાંત એટલે કે પ૧ ટકા સાથે અગ્રેસર રહ્યું છે.
હોલીસ્ટીક એપ્રોચ સાથેના ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને દેશભરમાં ઔદ્યોગિક ઉત્પાદન મૂડીરોકાણ તથા FDIમાં લીડ લેવા મુખ્ય પ્રધાનના કુશાગ્ર નેતૃત્વમાં પહેલ રૂપ સિદ્ધિઓ મેળવી છે.
કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ ચારેય પ્રદેશોમાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણ આવે અને રાજ્યના યુવાધનને મહત્તમ રોજગાર અવસર પ્રાપ્ત થાય તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કર્તવ્યરત છે.
ગુજરાત IEM ક્ષેત્રે દેશભરમાં પ૧ ટકા સાથે અગ્રેસર રહીને રાજ્યમાં ઊદ્યોગ મૈત્રીપૂર્ણ વાતાવરણથી રાષ્ટ્રનું રોલ મોડેલ બન્યું છે.