ETV Bharat / state

ગરબા પર GST : વિરોધ એટલો કે સરકારને કરવો પડ્યો ખુલાસો - નવરાત્રીના પાસ પર 18 ટકા GST

નવરાત્રીમાં મોટા આયોજકો દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં (GST Tax on Navratri passes )આવે છે તેના પાસ ઉપર 18 ટકા GST કરવામાં આવ્યો છે. આ મામલે આપ અને કોંગ્રેસ નવરાત્રીના પાસ પર GST (Navratri 2022 )ને લઈને વિરોધ કરી રહ્યા છે.આ બાબતે જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી કે, આ અત્યારે તાત્કાલિક ધોરણે GST લગાવવામાં નથી આવ્યું, આ તો વર્ષ 2017માં નિર્ણય થયો છે.

વર્ષ 2017માં GST લાગુ થયું છે, શેરી ગરબા પર નહીં પણ મોટા આયોજન પર GST લાગશે

author img

By

Published : Aug 3, 2022, 7:23 PM IST

Updated : Aug 3, 2022, 7:45 PM IST

ગાંધીનગર: કેન્દ્રીય GST કાઉન્સિલે( Central GST Council )નવરાત્રીના પાસ ઉપર GST ટેક્સ (GST Tax on Navratri passes )લગાવ્યો છે. આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ પર GST ટેક્સનું પણ ભારણ રહેશે અને આ સમગ્ર ઘટના બાબતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ GST કર જે નવરાત્રીના પાસ(Navratri 2022 ) ઉપર લગાવવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે.

વર્ષ 2017માં નિર્ણય થયો - રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણીએ સમગ્ર બાબતો પર સ્પષ્ટતા કરી હતી કે GSTએ ફક્ત ગુજરાત સરકારનું નહીં પરંતુ કેન્દ્રીય GST કાઉન્સિલ કયા સર્વિસ અને સેક્ટર ઉપર GST લગાવવાનું હોય છે તે નક્કી કરતું હોય છે. તમામ રાજ્યોની ભલામણ બાદ જ નક્કી કરવામાં આવતું હોય છે. જ્યારે આ અત્યારે તાત્કાલિક ધોરણે GST લગાવવામાં નથી આવ્યું આ તો વર્ષ 2017માં નિર્ણય થયો છે.

આ પણ વાંચોઃ GST on Garba Pass : વડોદરામાંથી સામે આવી સંચાલકો અને ખેલૈયાઓની નારાજગી

કોંગ્રેસે કર્યો વિરોધ - નવરાત્રીમાં મોટા આયોજકો દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવે છે તેના પાસ ઉપર 18 ટકા GST કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પણ સત્તાવાર પત્રકાર પરિષદ કરીને ગુજરાતમાં માતાજીના પર્વ ઉપર સરકારે GST લગાવ્યો છે અને કહેવાતી હિંંદુઓની ઠેકેદાર સરકારે ગરબા પર જીએસટી 18 ટકા લગાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે ગરબા ઉપરથી GST ટેક્સ હટાવવા માટેની માંગ પણ કોંગ્રેસ પક્ષે કરી છે. તેના પ્રતિ ઉત્તરમાં રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી જણાવ્યું હતું કે GST કાઉન્સિલમાં દરબાના પાસ ઉપર GST રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં તમામ રાજ્યોની સંમતિ હતી જ્યારે આ નિર્ણય અગાઉ વર્ષ 2017 માં લેવાયો છે આ નિર્ણય અત્યારે લેવાય નથી.

આપ પાર્ટીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો પત્ર - ગરબાના પાસ પર GST મુદ્દે આજે કોંગ્રેસે વિરોધ કર્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગરબાના પાસ ઉપર GST ટેક્સ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની સંસ્કૃતિ બાબત પર GST લગાવીને રાજ્ય સરકારે હિદું વિરોધી માનસિકતા વિશ્વ સમક્ષ છતી કરી હોવાના આક્ષેપ પણ કર્યા હતા અને જ્યારે આજે સમગ્ર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ GST બાબતે વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ બે વર્ષ બાદ જામશે ગરબાની રમઝટ, લક્ષ્‍‍મી વિલાસ પેલેસમાં યોજાશે હેરિટેજ ગરબા

શેરી ગરબામાં નહીં લાગુ પડે - રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘણીયા સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ GST એવા લોકો ઉપર લાગુ કરવામાં આવશે કે જેઓ મોટા પાય મોટા પાર્ટી પ્લોટમાં અને ગરબાનું મોટું આયોજન કરતા હોય છે. જ્યારે શ્રદ્ધા અને આસ્થા રૂપે જે શેરી ગરબા અને સોસાયટીમાં ગરબાનું આયોજન થતું હોય છે તેના ઉપર કોઈ પણ પ્રકારનો GST લાગુ થશે નહીં.

Last Updated : Aug 3, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.