ETV Bharat / state

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જૂઓ પરીક્ષાનો કાર્યક્રમ - 10 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

2 જૂનના રોજ કેબિનેટ બેઠકમાં ધોરણ 12ની બોર્ડમાં કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી, ત્યારે ધોરણ 10 અને 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો ન હતો, ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા 15 જુલાઈથી ધોરણ 10 અને 12ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો કાર્યક્રમ મંગળવારના રોજ જાહેર કરવામાં આવ્યો છે.

બોર્ડની પરીક્ષા
બોર્ડની પરીક્ષા
author img

By

Published : Jun 22, 2021, 5:42 PM IST

Updated : Jun 22, 2021, 6:00 PM IST

  • રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
  • ધોરણ 10અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
  • રિપીટર, પૃથ્થક અને ખાનગી વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • રેગ્યુલર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે માસ પ્રમોશન (Mass promotion)

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. જેમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. આ સાથે ધોરણ 10 અને 12ના બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ પૃથ્થક વિદ્યાર્થીઓ અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની જાહેરાત પણ 15 જુલાઈથી GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મંગળવારના રોજ GSHSEB દ્વારા સત્તાવાર રીતે પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.

10 board exam timetable
10 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો કાર્યક્રમ

  • 15 જુલાઈ ભૌતિક વિજ્ઞાન
  • 16 જુલાઈ રસાયણ વિજ્ઞાન
  • 19 જુલાઈ જીવવિજ્ઞાન
  • 23 જુલાઈ ગણિત
  • 25 જુલાઈ અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી ( દ્વિતીય ભાષા)
  • 26 જુલાઈ ગુજરાતી (પ્રથમ ભાષા)

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનો કાર્યક્રમ

  • 15 જુલાઇ એકાઉન્ટ
  • 16 જુલાઈ આંકડાશાસ્ત્ર
  • 19 જુલાઈ અંગ્રેજી
  • 23 જુલાઈ સેક્રેટરીયલ પ્રેક્ટિસ
  • 25 જુલાઈ અર્થશાસ્ત્ર
  • 26 જુલાઈ વાણિજ્ય વ્યવસ્થા
  • 28 જુલાઈ અંગ્રેજી

કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષામાં રિપીટર વિદ્યાર્થીઓ માટે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે, ત્યારે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96,500 અને વિજ્ઞાન પ્રવાહમાં 32 હજારની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

12 board exam timetable
12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

ગુજ કેટ પરીક્ષા બાબતે પણ કરી જાહેરાત

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા બાદ ગુજકેટ પરીક્ષા અંગેના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ ડિગ્રી - ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગૃપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021ની પરીક્ષા માટેની પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં ફક્ત ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. મહત્વની વાત છે કે, ગુજકેટ 2021ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ બાદ 23 જૂન બપોરે 12:30 કલાકથી 30 જૂન દરમિયાન ઓનલાઈન ભરી શકાશે, જ્યારે ગુજકેટની પરીક્ષાની ફી 300 રૂપિયા રાખવામાં આવી છે.

બોર્ડની પરીક્ષા
ગુજ કેટ પરીક્ષા બાબતે પણ કરી જાહેરાત

SOP મુજબ બેઠક વ્યવસ્થા રહેશે

GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર ખાનગી અને પુસ્તક વિદ્યાર્થીઓનું બોર્ડની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે જ બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા પ્રકારની ગોઠવવામાં આવશે. જ્યારે એક બ્લોકમાં ફક્ત 20 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે, જ્યારે GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા એ પણ તપાસ કરવામાં આવશે કે, પરીક્ષા દરમિયાન બ્લોકમાં હાજર રહેતા શિક્ષકોએ રસી લીધી છે કે નહીં તે અંગેની પણ માહિતી બોર્ડ દ્વારા લેવામાં આવશે.

8.63 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે માસ પ્રમોશન

મુખ્યપ્રધાન રૂપાણી( Cm Rupani )એ કરેલી જાહેરાત પ્રમાણે તમે 10માં નિયમિત વિદ્યાર્થીઓમાં ટોટલ 8.7 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં 17 જૂન સુધી તમામ શાળાઓએ ધોરણ 10ના વિદ્યાર્થીઓના માર્ક્સ GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board )ને ઓનલાઇન જમા કરાવવાના હતા. જે કાર્ય પૂર્ણ થયું છે, ત્યારે હવે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

ધોરણ 12ના પરિણામ જાહેર કરવાની તૈયારીઓ શરૂ

કેન્દ્ર સરકારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્કશીટ બનાવવાની ફોર્મ્યુલા જાહેર કરી છે, ત્યારે ગણતરીના કલાકો બાદ GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની માર્કશીટ બનાવવાની ફોર્મ્યુલા જાહેર કરી છે, જ્યારે હવે આવનારા દિવસોમાં GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે બાયસેગના માધ્યમથી વીડિયો કોન્ફરન્સ યોજીને બાળકોના પરિણામ કઈ રીતે તૈયાર કરવા તે અંગેની પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો -

Last Updated : Jun 22, 2021, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.