ETV Bharat / state

12th Science Result : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે મંગળવારે પરિણામ જાણવું ખૂબ સરળ થયું - ગુજકેટ 2023 પરિણામ

માર્ચ 2023મા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવશે. ઇતિહાસમાં સૌપ્રથમવાર આ વર્ષે વિદ્યાર્થીઓ ઘરે બેઠા વોટ્સએપ દ્વારા પરિણામ જાણી શકશે. કેવી રીતે પરિણામ જાણવા મળશે જુઓ વિગતવાર.

12th Science Result : આ વોટ્સએપ નંબર પરથી જાણી શકાશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

author img

By

Published : May 1, 2023, 4:54 PM IST

Updated : May 2, 2023, 12:14 AM IST

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 14 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જે 31 માર્ચની આસપાસ પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે બીજી મે, 2023ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. અને સવારે 9 વાગ્યે સત્તાવાર રીતે પરિણામ જાહેર કરાશે.

1.10 લાખ પરીક્ષાર્થીઓનો ભાવી નક્કી થશે : ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1 લાખ 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, માર્ચ 2023માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2023 પરીક્ષાનું પરિણામ www.gseb.org પર 02 મે 2023ના રોજ સવારના 9:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે.

આ પણ વાંચો : Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપથી પરીક્ષા લેવાઇ, ટેકનોલોજીએ ઘણી સુવિધા કરી આપી

વોટ્સએપમાં મળશે પરિણામ : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પણ પરિણામ મેળવવા માટેની સુવિધાઓ આ વર્ષથી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળા વાર મોકલવા અંગેની જાણ શિક્ષણ બોર્ડ દ્વારા પછીથી કરવામાં આવશે. સાથે જ પરીક્ષા બાદ કોઈપણ વિદ્યાર્થીને ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણતુર અસ્વીકાર અને પરીક્ષામાં પુરા ઉપસ્થિત અથવા તો અન્ય કોઈ જરૂરી માર્ગદર્શન અને સૂચના માટે શિક્ષણ વિભાગ દ્વારા આવનારા દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : Talati Exam : તલાટી પરીક્ષા માટે 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, પરીક્ષાર્થીઓ માટે કરાયું ખાસ આયોજન

ઘર બેઠા પરિણામ : ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પેપર ચકાસણી માટે ગુજરાતમાં 362 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા હતો. જેમાં 61,500 શિક્ષકો ધોરણ 10 અને 12ના કુલ 16.50 લાખ વિધાર્થીઓના પેપરની તપાસણી કરવામાં આવી છે. જેને લઈને હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. ત્યારે હવે સૌ પ્રથમ અત્યાર સુધીના એજ્યુકેશનલ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે વોટ્સએપ ઘર બેઠા પરિણામ જાણી શકાશે.

Last Updated : May 2, 2023, 12:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.