ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ મળેલી કેબિનેટ બેઠકમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં પાંચ ખાનગી કંપનીઓ ગ્રીન પ્રોજેક્ટ માટે તૈયાર છે. સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે આ પાંચ કંપનીઓએ 3.26 લાખ હેક્ટર જમીનની માંગ કરી હતી. જેમાં રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ફક્ત 1.99 લાખ હેક્ટર જમીનને જૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
જાહેર કરાશે નોટિફિકેશન: આવનારા દિવસોમાં વધુ જમીનની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે હાલમાં ફક્ત સૈદ્ધાંતિક મંજૂરી જ આપી છે જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થાય તે માટે મહેસુલ વિભાગ દ્વારા જમીન ફાળવણી બાબતની શરતો સાથેની એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ ખાનગી કંપનીઓને કચ્છ અને બનાસકાંઠામાં જમીનની ફાળવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: Bullet train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતો બની ગયા કરોડપતિ
300 કરોડથી વધુની આવક: ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની વાત કરવામાં આવે તો સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે મહેસુલ વિભાગ દ્વારા જમીનની ફાળવણી બાબતે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને પ્રતિ હેક્ટરના ભાડા પટ્ટાનો સમય મર્યાદા પ્રોજેક્ટ કેટલા સમયમાં શરૂ થશે. જો શરૂ ન થાય તો ખાનગી કંપનીઓએ શું કરવાનું રહેશે. આ તમામ નિયમો સાથેનું એક નોટિફિકેશન જાહેરનામું બહાર પાડવામાં આવશે. પરંતુ મળતી માહિતી પ્રમાણે કેબિનેટ બેઠકમાં 40 વર્ષના ભાડાપટ્ટે 15,000 પ્રતિ હેક્ટરના દરેક જમીનની ફાળવણી કરવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારને 300 કરોડથી વધુની આવક પણ નોંધાશે.
આ પણ વાંચો: Surat News : 400 વર્ષ જુના અતિ દુર્લભ ગણાતા વૃક્ષને બચાવવાની બૂમ ઉઠી, મેટ્રોના નામે બલિ ચડી જશે?
શું છે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ: કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટને 4 જાન્યુઆરી 2023ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ગ્લોબલ વોર્મિંગથી થતા ફેરફર સામે ટકી રહેવા દેશને ગ્રીન હાઇડ્રોજનના ગ્લોબલ હબ બનવવા માટેનો પ્રોજેકટ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રોજેકટ 19,744 કરોડનની મંજૂરી કેન્દ્રીય કેબિનેટ દ્વારા આપવામાં આવી હોવાનું નિવેદન કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકોરે કરી હતી. જ્યારે વર્ષ 2030 સુધીમાં પ્રતિ વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના અમલીકરણ થવાથી દેશની એનર્જી ક્ષમતામાં 125 ગીગા વર્તનો વધારો થશે. જ્યારે ગ્રીન હાઉસ ગેસમાં પણ 50 લાખ મેટ્રિક્ટરનો ઘટાડોનો અંદાજ સરકાર દ્વારા લગાવવામાં આવ્યો છે.