ગાંધીનગર: વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોરોના, કમળ અને કેકેની ત્રીપુટીએ ધમણની કમાણીથી ધારાસભ્યોની ખરીદી કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, કાળા ધનની કમાણીથી માથા ખરીદી શકાય છે. કોરોના સંકટમાં સરકાર નિષ્ફળ રહી છે. કોરોના મહામારીમાં કોંગ્રેસ પોતાની લડાઈ લડી રહ્યું હતું. કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને કાર્યકર્તા સામાન્ય વ્યક્તિ સાથે ઊભા હતા. કોંગ્રેસે કહ્યું કે, અમે સામાન્ય માણસની વેદનાને વાચા આપવાનું કામ કર્યું છે. 100 કરતા વધુ પત્રો સરકારને લખવામાં આવ્યા પણ તેને કચરા પેટીમાં નાખી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, કોરોના, કમળ અને કેકેની ત્રિપુટીઓએ ધણણની ખરીદીની કમાણી ધારાસભ્યોમાં સમાવી દીધી છે.
ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોનાને અટકાવવામાં સરકાર નિષ્ફળ રહી પરંતુ વિપક્ષના ધારાસભ્યોને ખેરવામાં સફળ રહી છે. આ પહેલા પણ વિપક્ષ દ્વારા કોરોના બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી પણ સરકાર તોડોનાને કારણે વ્યસ્ત હતી. અમદાવાદમાં કોરોના ફેલાવા પર કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, બે ધારાસભ્યોને ધમણની કમાણીથી ખરીદવામાં આવ્યા છે. અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સમગ્ર માહિતીથી તેમને અવગત કરાવ્યા છે. વિવિધ રજૂઆત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તો કોંગ્રેસે શાળા કોલેજોની ફી માફ કરવાની પણ માગ કરી છે.