ETV Bharat / state

સરકારે CM અને રાજ્યપાલના હેલિકોપ્ટર અને પ્લેન પાછળનો ખર્ચ કર્યો જાહેર

મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અમુક સમયે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે રાજ્ય સરકાર પાસે હેલિકોપ્ટર અને પ્લેન સરકારના માલિકીના છે, ત્યારે રાજ્ય સરકાર અને હેલિકોપ્ટર મેન્ટેનન્સ સ્ટાફ તેની પાછળ કેટલો ખર્ચ કરે છે તે પ્રશ્નોતરીમાં બહાર આવ્યું છે.

Etv Bharat, Gujarati News, CM Vijay Rupani, Governer Of Gujarat
સરકારે CM અને રાજ્યપાલના હેલિકોપ્ટર અને પ્લેન પાછળનો ખર્ચ કર્યો જાહેર
author img

By

Published : Feb 27, 2020, 5:18 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અમુક સમયે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે રાજ્ય સરકાર પાસે હેલિકોપ્ટર અને પ્લેન સરકારના માલિકીના છે, ત્યારે રાજ્ય સરકાર અને હેલિકોપ્ટર મેન્ટેનન્સ સ્ટાફ માટે વર્ષ 2019માં કુલ 3,59,92,310 કરોડનો ખર્ચ કર્યો હોવાનું વિધાનસભાની પ્રશ્નોતરીમાં બહાર આવ્યું છે.

CM વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દિવ્ય કાર્ય માટે અમુક કિલોમીટરથી વધુ કિલોમીટરના અંતરે જવું હોય, ત્યારે તેઓ હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. આ સાથે જ ખાસ ટ્રેનનો પણ ઉપયોગ કરતા હોય છે. એમની પાછળ પણ મેન્ટેનન્સ પાયલોટ અને અન્ય સ્ટાફ માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરતી હોવાનું સામે આવ્યું છે.

પ્લેન પાછળ ખર્ચની વાત કરવામા આવે તો,

  • વર્ષ 1 જાન્યુઆરી 2018 થી 31 ડિસેમ્બર 2018 સુધીમાં કુલ 3,14,82,414 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે
  • વર્ષ 1 જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધીમાં કુલ 3,59,92,310 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે

હેલિકોપ્ટર પાછળ કરવામાં આવેલો ખર્ચ

  • 1 જાન્યુઆરી 2018 થી 31 ડિસેમ્બર 2018 સુધીમાં 3,43,39,900 કરોડ
  • 1 જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધીમાં 3,41,46,540 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે

આ ઉપરાંત રાજ્ય સરકારની માલિકીના પ્લેનનું મેન્ટેનન્સ ઇન્ડિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને હેલિકોપ્ટરનું મેન્ટેનન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવતું હોવાનું પણ રાજ્ય સરકારે પ્રશ્નોત્તરીમાં જાહેર કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.