- રાજ્ય સરકારનો કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય
- વેપારીઓ માટેની વેક્સિનની સમયમર્યાદામાં વધારો
- દેશમાં વેક્સિનમાં ગુજરાત અગ્રીમ સ્થાને
ગાંધીનગર : રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેક્સિનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.15મી ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વેપારીઓ તથા સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેક્સિનેશન લેવાની સમયમર્યાદા 31 જુલાઇએ પૂર્ણ થતી હતી. તે હવે તારીખ 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
આ પણ વાંચો : Vaccination news: કોરોના વેક્સિન માટે નવસારીના રસીકરણ કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો
કોરોના વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રીમ સ્થાને
ગુજરાતએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે રક્ષણાત્મક ઉપાય સમાન કોરોના વેક્સિનેશન પર મિલીયન એટલે કે દર 10 લાખ લોકોએ વેક્સિનેશન અંતર્ગત પાંચ લાખ 17 હજાર વ્યક્તિઓનું વેક્સિનેશન કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનના 75 લાખ ડોઝ જુલાઇ 2021 દરમિયાન થયા છે. એટલું જ નહિ, 31મી જુલાઇ સુધીમાં ગુજરાતમાં કોરોના વેક્સિનેશનના 3 કરોડ 32 લાખ 65 હજાર 975 ડોઝ આપવામાં આવ્યા છે.
રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ લોકોમાંથી 50 ટકા ઉપરાંતને વેક્સિનનો પ્રથમ ડોઝ
રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી 50 ટકા ઉપરાંત એટલે કે 2 કરોડ 53 લાખ 32 હજાર 023 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. 79 લાખ 33 હજાર 952 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.
આ પણ વાંચો -
- મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેક્સિન પર સવાર થઈ આવી રહ્યા છે ગજાનન
- સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો
- Vaccine Rakhi: રક્ષાબંધન નિમિતે રાજકોટની બજારોમાં કોરોના વેક્સિનવાળી રાખડી માચાવશે ધૂમ
- 25 જુલાઈએ વેપારીઓ અને કર્મચારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન કેમ્પ, 31 જુલાઈ પહેલા વેપારીઓએ ફરજીયાત લેવી પડશે વેક્સિન
- રાજકોટમાં આજથી સગર્ભઓને કોરોના વેક્સિન આપવાનું શરૂ
- Corona Vaccine: નવસારીમાં 1.68 લાખ યુવાનોએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ