સરકારી અને અર્ધસરકારી કચેરી બાબતે ગાંધીનગર પોલીસ અધિકારી એમ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 16 સપ્ટેમ્બરથી નવા નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. જેને લઈને પાટનગર ગાંધીનગરમાં આવેલ તમામ સરકારી ઓફિસ, અર્ધસરકારી ઓફિસ અને જિલ્લા શહેરી તમામ વિસ્તારમાં પોલીસની ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જો, કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ દંડ વસુલવામાં આવશે. જ્યારે કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા નવા દંડની જોગવાઈ 16 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં અમલ કરવામાં આવશે. મહત્વનું પાટનગર ગાંધીનગરની સરકારી ઓફિસો જેવી કે, સચિવાલય જૂની સચિવાલય, કર્મયોગી ભવન બીજી ઓફિસ તમામ જગ્યાએ પોલીસના ખાસ પોઇન્ટ રાખીને સરકારી કર્મચારીઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. જો તેઓએ નિયમ ભંગ કર્યો તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.