ગાંધીનગરઃ કોવિડ -19 અંતર્ગતનાં લોકડાઉનનાં કપરા દિવસોમાં રાજ્યનો એક ગરીબ વર્ગ ભોજનથી વંચિત રહે છે. આવી કપરી પરીસ્થિતિ ઉભી થઈ હતી. તેવા સંજોગોમાં વડાપ્રધાન દ્રારા આહવાનથી નાની મોટી સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ એક કોરોના વોરીયરનાં સ્વરૂપમાં બહાર આવી, રોજેરોજ કમાઈને ખાવાવાળો વર્ગ તથા જે લોકો રોજગારીથી વંચિત થઈ ગયા હતા, તેવા લોકોને ભોજન અને અનાજની કીટો ઉપલબ્ધ કરાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.
લોકડાઉનમાં શ્રમિકોને ભોજન ના આપનારી સંસ્થાના કોન્ટ્રાક્ટ સરકાર રદ કરે : રાજેન્દ્ર સિંહ ચુડાસમા પરંતુ, ગુજરાત બહારની ચાર સ્વૈચ્છિક સસ્થાઓ જેવી કે અક્ષયપાત્ર, નાયક ફાઉન્ડેશન, સ્ત્રી શક્તિ, પારસ એગ્રો વગેરે ગુજરાતનાં દસ જિલ્લા મથકો પર પચાસ હજારથી માંડી એક લાખ લોકોને ગરમ, તાજું ભોજન તૈયાર કરી ૭૦ કિ.મી.ની ત્રિજયામાં સીધી ડિલિવરી કરી શકે પરંતુ, આ ચાર સંસ્થાએ કોરોના કપરા સમયમાં કોઈ મદદ કરી નથી. જેથી સરકાર તેમને સહાય આપવાનુ બંધ કરે.
લોકડાઉનમાં શ્રમિકોને ભોજન ના આપનારી સંસ્થાના કોન્ટ્રાક્ટ સરકાર રદ કરે : રાજેન્દ્ર સિંહ ચુડાસમા મધ્યાહન ભોજન કર્મચારી સંઘના પ્રમુખ દાવો કર્યો છે, રાજય બહારની આ ચાર સંસ્થા રાજય સરકારના બજેટ દરમિયાન કરોડો રૂપિયાનું ડોનેશન હાંસલ કરે છે. પણ જ્યારે સરકારને જરૂર હતી, ત્યારે આ સંસ્થાઓ આગળ આવી નથી. અને જરૂરિયાતમંદ લોકોને ભોજન વ્યવસ્થા પુરી પાડી નથી. ત્યારે ગુજરાત સરકારનાં મધ્યાહન ભોજન યોજનાની છેલ્લા દસ વર્ષથી કોન્ટ્રાક્ટ મેળવી સરકારી સબસીડી અને અનાજ મેળવવા ઉપરાંત દાતાઓ પાસેથી લાખો કરોડો રૂપિયા ભોજનના નામે ડોનેશન મેળવતી આવી સંસ્થાઓએ સ્વયંભુ આવા ભોજનથી વંચિત રહેતા લોકોને મદદે આવ્યું હતું. પરંતુ સરકાર દ્રારા નક્કી કરાયેલી ચાર સંસ્થાઓ લોકડાઉનના કપરા સમયે સરકારની મદદે આવ્યા ન હતા. જેથી સરકરા ચારેય સંસ્થા સમક્ષ સખત પગલાં ભરવા જોઈએ તેવી માગ મધ્યાહન ભોજન વતી કરવામાં આવી હતી.