ETV Bharat / state

How DGP is appointed: આશિષ ભાટિયા પછી 1 ફેબ્રુઆરીના દિવસે રાજ્યને મળશે નવા DGP - ગુજરાત વિધાનસભા ચૂંટણી

ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ (DGP Ashish Bhatia's tenure complete) થઈ રહ્યો છે. અગાઉ રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને 8 માસનું એક્સ્ટેન્શન્સ આપ્યું હતું, ત્યારે હવે DGP આશિષ ભાટિયા 31 જાન્યુઆરીના રોજ  વયનિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના નવા DGPની નિમણુક કેવી રીતે થાય (How DGP is appointed) છે તે માટે જુવો ETV નો વિશેષ એહવાલ.

How DGP is appointed: આશિષ ભાટિયા પછી 1 ફેબ્રુઆરીના દિવસે રાજ્યને મળશે નવા DGP

author img

By

Published : Jan 14, 2023, 7:41 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. અગાઉ રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને 8 માસનું એક્સ્ટેન્શન્સ આપ્યું હતું. સુપ્રિમ કોર્ટનો નિયમ છે કે, રાજ્યના પોલીસ વડા બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષ કે તેના કરતાં વધારે સમયથી ફરજનો કાર્યકાળ હોવો જરૂરી છે. આવો કાર્યકાળ ધરાવતા અધિકારીના નામનો એક ઝોન તૈયાર થાય છે અને ત્યાર બાદ તેમના નામની યાદી તૈયાર થાય છે.

કેવી રીતે પસંદ કરવામાં આવે છે DGP: આ યાદી તૈયાર કરવા માટે રાજ્યના મુખ્ય ત્રણ અધિકારીઓ કવાયત હાથ ધરે છે. સુપ્રિમ કોર્ટના વધુ એક આદેશ મુજબ રાજ્ય પોલીસ વડા માટે ઓછામાં ઓછો 6 માસ નો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો છે. એટલે કે નિવૃત્તિના સમયમાં 6 થી વધુ મહિનાની સેવા બાકી હોય તેવા અધિકારીના નામનો જ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે.

સરકારના અધિકારીઓ જ નક્કી કરે નામ: જે રાજ્યના મુખ્ય પોલીસ વડા નિયુક્ત કરવા પ્રક્રિયા આરંભવામાં આવી હોય તેવા કિસ્સામાં રાજ્યના મુખ્ય ત્રણ અધિકારીઓ નામની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા કરે છે. જેમાં મુખ્ય સચિવ, અધિક ગૃહ સચિવ અને વર્તમાન ડીજીપી નામની યાદી તૈયાર કરે છે. આ યાદી તૈયાર કરતી વખતે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હાજર રહેતા હોય છે. નામની યાદી તૈયાર થયા બાદ લીસ્ટ યુપીએસસી કમિટીને લિસ્ટ મોકલવામાં આવે છે. UPSC કમિટી યાદીમાંથી 3 નામ પસંદ કરી રાજ્ય સરકારને પરત મોકલી આપે છે. આમ, UPSC દ્વારા રાજ્ય સરકારને મોકલાવેલા 3 નામમાંથી રાજ્ય સરકાર ની પસંદ પર જે તે અધિકારીને ડીજીપી બનાવી શકે છે. આમ, કાયદેસરની પ્રક્રિયામાં ઉપરોક્ત નામ ગુજરાતના નવા DGP માટે UPSC પાસે પહોંચશે અને તેમાંથી કોઈ પણ ત્રણ નામ નક્કી થશે તે રાજ્ય સરકાર પાસે પરત આવશે. અને રાજ્ય સરકાર જેને ઈચ્છશે તે અધિકારીને DGP બનાવશે.

DGP માટે ક્યાં અધિકારીઓના છે નામ:

સંજય શ્રીવાસ્તવ - વર્ષ 1987 બેચ (પોલીસ કમિશનર, અમદાવાદ)
અતુલ કરવાલ - વર્ષ 1988 બેચ (કેન્દ્રમાં એનડીઆરએફના વડા, ડેપ્યુટેશન)
પ્રવિણ સિન્હા - વર્ષ 1987 બેચ (એક્સટેન્શન પર સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર અને ડેપ્યુટેશન)
વિકાસ સહાય - વર્ષ 1989 બેચ (ડીજીપી, પોલીસ ટ્રેનિંગ ગુજરાત)
અનિલ પ્રથમ - વર્ષ 1989 બેચ (ડીજીપી, વુમન સેલ)
અજય તોમર - વર્ષ 1989 બેચ (પોલીસ કમિશનર, સુરત)
વિવેક શ્રીવાસ્તવ - વર્ષ 1989 બેચ (હાલ દિલ્હીમાં સેન્ટ્રલ આઇબીના એડિશનલ ડિરેક્ટર)
મનોજ અગ્રવાલ - વર્ષ 1991 બેચ (એસઆરપીએફ ટ્રેનિંગ સેન્ટર વડા, જૂનાગઢ)
સમશેરસિંહ - વર્ષ 1991 બેચ (પોલીસ કમિશનર, વડોદરા)
ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ - વર્ષ 1993 (ફેબ્રુઆરી) બેચ (એડીજીપી, જેલ અને કરેકશનલ એડમિનિસ્ટ્રેશન)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.