મળતી માહિતી મુજબ સરગાસણ ગામમાં રહેતી આશરે 40 વર્ષીય બકુલાબેન શકરાજી ઠાકોર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. યુવતીના લગ્ન ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામે થયા હતાં. પરંતુ, પોતાના પતિ સાથે મનમેળ નહીં હોવાથી છેલ્લા ત્રણેક વર્ષથી પોતાના પિયર સરગાસણમાં તેમનાં ભાઈઓ સાથે રહી અને છૂટક મજૂરી કરી પેટીયું રડતી હતી.
સરગાસણની સીમમા આવેલા સાર્થક ફ્લેટની બાજુમાંથી પસાર થતા એક કાચા રસ્તા પરથી સમી સાંજે 7 થી 7:30 કલાકની આસપાસ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર ફરકારી હત્યા કરેલો મૃતદેહ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે તેને કાનમાં પહેરેલી વારી પણ તૂટેલી હાલતમાં મળી હતી. તો હત્યા કરનાર શખ્સ સાથે હાથાપાઈ થઇ હોય તેવું જોવા ઘટના સ્થળ પરથી લાગી રહ્યું હતું. આ સમગ્ર બનાવની જાણ ઇન્ફોસિટી પોલીસને કરવામાં આવતા બનાવ સ્થળે પહોંચી અને બનાવની ગંભીરતાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.